લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં રાજકીય માહોલ તૈયાર થઈ રહ્યો છે. આ દરમિયાન ભાજપે 26 બેઠકો માંથી 22 બેઠકોના નામ જાહેર કરી દીધા છે. જ્યારે અમરેલી સહિત 4 બેઠકોના નામ જાહેર કરવાના હજુ બાકી છે. આ ઉપરાંત કોંગ્રેસે પણ પોતાના 7 ઉમેદવારોને મેદાને ઉતારી દીધા છે. હવે અમરેલીની બેઠક જીતવા કોંગ્રેસે યૂથ કોંગ્રેસની ટીમ જાહેર કરી છે. જેમાં યુવા નેતા અજયભાઈ વાળા, તેજસભાઈ મસરાણી સહિત યુવાનેતાઓને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.
ગુજરાત યુવક કોંગ્રેસના પ્રભારી રાજેશ સિન્હા તેમજ પ્રદેશ યુવક કોંગ્રેસ પ્રમુખ હરપાલસિંહની સૂચનાથી અમરેલી જિલ્લા યુવક કોંગ્રેસ પ્રભારી રાજપાલસિંહ જાડેજા દ્વારા તથા મરેલી જિલ્લા યૂથ કોંગ્રેસ અધ્યક્ષ દેવરાજ ભાઈ બાબરિયા અમરેલી જિલ્લા માં યુવક કોંગ્રેસ ને વધુ મજબૂત કરવા નીચે મુજબ ના હોદેદારો ની વરણી કરવા માં આવી છે.








