ઉનાળાની શરૂઆતથી જ તાપમાનનો પારો ચડવા લાગ્યો છે. રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વધવા લાગ્યો છે. આ દરમિયાન રાજ્યમાં 2 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રી પાર પોહચ્યો છે. ત્યારે  અમરેલીમાં સૌથી વધુ 40.2 ડિગ્રી તાપમાન નોંધાયું

ઉનાળાની શરૂઆતમાં જ રાજ્યના 2 શહેરોમાં તાપમાન 40 ડીગ્રીને પાર નોંધાયું છે. આ દરમિયાન  રાજ્યના 4 શહેરોમાં તાપમાન 39 ડીગ્રીને પાર નોંધાયું છે. રાજ્યના 6 શહેરોમાં તાપમાન 38 ડિગ્રી પાર નોંધાયું છે. અમદાવાદમાં તાપમાન 37.4 ડિગ્રી પાર નોંધાયું છે.

રાજ્યમાં 24 કલાકમાં નોંધાયેલ તાપમાન નો આંકડા
અમદાવાદ 37.3 ડિગ્રી
ગાંધીનગર 37.2 ડિગ્રી
ડીસા 37.9 ડિગ્રી
વડોદરા 38.6 ડિગ્રી
અમરેલી 40.3 ડિગ્રી
ભાવનગર 37.4 ડિગ્રી
રાજકોટ 40.1 ડિગ્રી
સુરેન્દ્રનગર 39.2 ડિગ્રી
પોરબંદર 39.0 ડિગ્રી
વેરાવળ 38.9 ડિગ્રી
મહુવા 38.6 ડિગ્રી
ભુજ 38.5 ડિગ્રી
નલિયા 37.2 ડિગ્રી
કંડલા 39.0 ડિગ્રી
કેશોદ 39.4 ડિગ્રી