જામનગરની દોઢ વર્ષની શીવા આહીર ચમકી જ્હોનસન બેબીના એડ પ્લેટફોર્મ પર…
જામનગરની માત્ર દોઢ વર્ષની રૂપકડી બાળકી શીવા આહિરે જ્હોનસન બેબીની જાહેરાતમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સમગ્ર જામનગર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. જામનગર શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં રહેતા ભરતભાઈ કચોટ કે જેઓ જિલ્લા માહિતી કચેરી જામનગર ખાતે ફરજ બજાવે છે. જ્યારે જ્યોતીબેન કચોટ સિક્કા ખાતે સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. ત્યારે તેમની દીકરીએ નાની ઉંમરે આ પ્રકારની વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરી સમગ્ર પરિવારને ગૌરવ અપાવ્યું છે. ઉલ્લેખનીય છે કે શિવા આહીર પોતાની યુ ટ્યુબ ચેનલ “princess Shiva ki duniya” તથા ઇન્સ્ટાગ્રામ આઈડી shiva kachot પર ખૂબ જ લોકપ્રિય થઈ રહી છે.







