ગુજરાતના દરિયા કિનારેથી ડ્રગ્સ ઝડપાવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. વધુ એક વખત અરબી સમુદ્ર માર્ગે નશીલા પદાર્થોનો કાળો કારોબાર સુરક્ષા એજન્સીઓના સંકજામાં આવી ગયો.600 કરોડની કિંમતના 86 કિલો ડ્રગ્સના જથ્થા સાથે 14 પાકિસ્તાનીઓને પણ ઝડપી લેવામાં આવ્યા છે.
પોરબંદર ઈન્ડિયન કોસ્ટગાર્ડે 28 એપ્રિલના દિવસે દરિયામાંથી ગુપ્ત માહિતીના આધારે એન્ટી નાર્કોટિક્સ ઓપરેશ હાથ ધર્યું હતું .જેમાં પાકિસ્તાની બોટમાંથી 14 ક્રુ મેમ્બર સાથે 600 કરોડની કિંમતનો અંદાજે 86 કિલો નાર્કોટિક્સ ઝડપી પાડવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ સહયોગ કર્યો હતો.
પાકિસ્તાની બોટને તેના ક્રૂ સાથે પકડી લેવામાં આવી છે અને વધુ તપાસ માટે તેમને પોરબંદર લાવવામાં આવી રહૉ્યા છે. ICG અને ATSની સંયુક્તતા, જેના કારણે છેલ્લાં ત્રણ વર્ષમાં કાયદાના અમલીકરણની આવી અગિયાર સફળ કામગીરી થઈ છે, જે રાષ્ટ્રીય ઉદ્દેશ માટે સિદ્ધ થઈ છે.







