રૂપેશ રૂપારેલીયા, બગસરા / બગસરામા આજ રોજ 1 મે એટલે ગુજરાત સ્થાપના દિવસની અનોખી ઉજવણી બગસરા નાગરિક શરાફી સહકારી મંડળીના ચેરમેન શ્રીરશ્વિનભાઈ ડોડીયાની સૂચના મુજબ મંડળીના જનરલ એમ.ડી. નિતેષ ડોડીયા તેમજ ડિરેક્ટરો દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવેલ.

જેમાં ગોલ્ડપ્લેટિંગના વ્યાપારમાં બગસરા શહેરનુ નામ દેશ અને દુનિયામાં ઉજાગર કરનાર સ્વ.તુલસીભાઈ ભાનાણી પરિવારને તેમજ બગસરાના શિક્ષણ ક્ષેત્રે રાષ્ટ્રપતિ એવોડ વિજેતા ગિરધારભાઈ મારડીયાને સન્માનિત કરીને ગુજરાતના ૬૪મા સ્થાપના દિવસની અનોખી ઉજવણી કરવામા આવેલ હતી.