7 મી મેના રોજ લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન છે. આ દરમિયાન ગુજરાતની 25 બેઠકો પર પણ મતદાન છે. ત્યારે અમરેલી ના ધારીમાં મતદાન વધે તે માટે વહીવટી તંત્ર અનોખા પ્રયાસો હાથ ધરી રહ્યું છે. આ દરમિયાન ધારી વહીવટી તંત્રએ બસને શુશોભિત કરી અને ધારી બહાર વસતા લોકોને મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી છે.
રૂડૂ ધારી વતન તમ… ઝંખે વહાલ તવ મતદાનનું
ધારી બહાર વસતા વ્હાલાઓ વતનનાં,
ભલે હો વાટે સૌ અણધારી.
વતનની કેડીએ રાહ જુએ સૌ આપ પધારો કરવા,
ખોબલે ખોબલે મતદાન ધારી.
આપની રાહમાં…
સમગ્ર વહિવટી તંત્ર..
૯૪ -ધારી વિધાનસભા મતદાર વિભાગ.
તા.૦૭ મે ૨૦૨૪#Voting2024 #Election2024 #dhari #amreli pic.twitter.com/EqNmWcPvii— news hotspot (@newshotspot11) May 3, 2024







