ઉનાળાની અંગ દઝાડતી ગરમી વચ્ચે રાહતના સમાચાર આવ્યા છે. રાજસ્થાન મધ્યપ્રદેશ અને અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા ગુજરાતમાં તેની અસર વર્તાશે તેવી શક્યતાઓ છે. ગુજરાતમાં હવામાન વિભાગે 7 દિવસ વરસાદની આગાહી કરી છે. વીજળીના કડાકા-ભડાકા અને ભારે પવન સાથે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમા્ં 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ તાપમાનનો પારો ઘટવાની શક્યતા છે.
12 મેના રોજ વલસાડ, નવસારી, ડાંગ, સુરત, નર્મદા, દાદરાઅને નગર-હવેલી, દમણ, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા, મહીસાગર, દાહોદ, આણંદમાં સામાન્ય વરસાદ પડશે. ગાજવીજ સાથે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. તો 13 મેના દિવસે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા,સાબરકાંઠા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, દાદાર અને નગર-હવેલી, નર્મદા, વલસાડમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ચોથા દિવસે એટલે કે 14 મેના રોજ પણ ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા રહેલી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લીમાં ભારે પવન સાથે વાતાવરણમાં પલટો આવશે ક્યાંક છુટો-છવાયો વરસાદ પડે તેવી પણ શક્યતા છે તો ક્યાંક ગાજવીજ સાથે વરસાદ પડે તેવી પણ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ સાથે ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, અમદાવાદ, નર્મદા, ભરૂચ,મહીસાગર.અમદાવાદમાં 14 મેના રોજ થંડરસ્ટ્રોમની આગાહી પણ કરવામાં આવી છે.
હવે વાત કરીએ 15 મેના રોજ અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી.તો 15મેના રોજ અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ પડશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. આ સાથે 16 મેના દિવસે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, તો સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સાઈક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતના વાતાવરણમાં પરિવર્તન આવશે તો લોકોને બેવડી ઋતુનો પણ અનુભવ થશે.
ગુજરાતમાં છેલ્લા ત્રણ મહિનામાં અનેક વખત વાતાવરણમાં પલટો આવ્યો છે. સામાન્ય રીતે મે મહિના દરમિયાન ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત્ રહેતો હોય છે, જે છેલ્લા પાંચ દિવસથી વર્તાઈ રહ્યો છે. અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ કેટલાક જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 42થી 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું છે. આજરોજ પણ હવામાન વિભાગ દ્વારા શહેરમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી જ્યારે ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસની શક્યતા વ્યક્ત કરી છે. હજુ પણ આગામી ત્રણ દિવસ ગરમીનો પ્રકોપ યથાવત્ રહેશે. ત્યાર બાદ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના પ્રદેશ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છમાં બેથી ત્રણ ડિગ્રી મહત્તમ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા સાથે વરસાદનાં એંધાણ રહેલાં છે.







