ગુજરાતમાં એક તરફ આકરી ગરમી પડી રહી છે ત્યારે હવે રાજ્યમાં ગરમી સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 24 કલાક રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. જેમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. આજે વરસાદ બાદ આવતીકાલથી રાજ્યમાં હીટવેવ આવી જશે.
આજે વરસાદ બાદ આવતી કાલે રાજ્યના કેટલાક ભાગોમાં આવતીકાલથી સીવિયર હીટવેવની આગાહી કરવામાં આવી છે. 17 મે સુરત અને વલસાડમાં હીટવેવની આગાહી છે. તો 18 મે પોરબંદર, ભાવનગર, કચ્છ, સુરતમાં હીટવેવની હવામાન વિભાગની આગાહી છે. વરસાદ છતાં બુધવારે રાજ્યના 9 શહેરોમા તાપમાન 41 ડિગ્રી પાર નોંધાયું હતું. તો ગઈકાલે સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરના 43.7 ડિગ્રી નોંધાયું હતું.
જાણો આજે ક્યાં છે વરસાદની આગાહી
આજે અમદાવાદ, ગાંધીનગર, મેહસાણા, પાટણ, દાહોદ, છોટાઉદેપુરમા વરસાદની આગાહી છે. તો સાથે જ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, ખેડા, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદની આગાહી
સુરેન્દ્રનગર સૌથી ગરમ
અમદાવાદ 39.5 ડિગ્રી
ગાંધીનગર 39.2 ડિગ્રી
ડીસા 41.7 ડિગ્રી
વલ્લભ વિદ્યાનગર 41.1 ડિગ્રી
વડોદરા 41.4 ડિગ્રી
ભુજ,કંડલા 41.0 ડિગ્રી
અમરેલી 42.0 ડિગ્રી
ભાવનગર 40.6 ડિગ્રી
રાજકોટ43.2 ડિગ્રી
સુરેન્દ્રનગર 43.7 ડિગ્રી
મહુવા 40.8 ડિગ્રી
કેશોદ 42.0 ડિગ્રી







