રાજકોટના  TRP ગેમ ઝોનની આગમાં એક સાથે 28 લોકોએ જીવ ગુમાવ્યો છે. વેકેશન અને વિકેન્ડની મજા માણવા આવેલા લોકો પોતાના ઘરે પરત ન ફર્યા. સ્થિતિ એવી થઈ કે ઘરના લોકો પોતાના મૃતક પરિજનોનું મોઢું પણ જોઈ શક્યા. આ  દિવસને રાજકોટવાસીઓ ક્યારેય ભુલી શકશે નહીં.આ ઘટનામાં સરકારની પણ ઘોર બેરદકારી સામે આવી છે.ફાયર સેફ્ટીના નામે અહિંયા મીંડુ હતું.જ્યારે પણ આવી ઘટનાઓ બને છે ત્યારે સરકાર એક કે બે મહિના માટે દોડધામ કરતી જોવા મળે છે અને એ ઘટનાના બે મહિના બાદ જૈસે થે વેસે એવી સ્થિતિ જોવા મળે છે.

TRP ગેમ ઝોનમાં લાગેલી આગને પોતાની નજરથી જોનાર પ્રત્યક્ષદર્શી.ચા ના ધંધાર્થી મહેશભાઇ ભરવાડએ તંત્ર પર અનેક સવાલ કર્યા છે. યુવકએ કહ્યું કે શરૂઆતમાં તો થોડીક જ આગ લાગી હતી પણ એ લોકો પાસે સેફ્ટીના કંઈ સાધનો જ ન હતા.જેના કારણે આ આગ વિકરાળ બની હતી.જો આ લોકો પાસે ફાયર સેફ્ટીના સાધનો હોત તો કંડીશન સ્ટેબલ થઈ શકે તેમ હતું.આ લોકો પાસે ફાયર એક્ઝીટ પણ ન હતું અને ફાયર એલાર્મ પણ ન હતો.

જેના કારણે જે લોકો ઉપર હતા તેને પણ ખબર ન પડી કે આગ લાગી છે.તેમને કહ્યું કે અમે 10 લોકો ગયા હતા અને અમે બધા નીચે જ હતા.જેવી જ આગ લાગી કે બધા ભાગવા લાગ્યા જેથી અમને ખબર પડી કે અહિંયા આગ લાગી છે અમે નીચે હતા એટલે બચી ગયા પણ એ લોકો સેફ્ટીના નામે કશું જ રાખ્યુ ન હતું.જો બીજા અને ત્રીજા માળે ફાયર સેફ્ટીના સાધનો અને એક્ઝીટ માટેની વ્યવસ્થા હોત તો આ ઘટનામાંથી ઘણા લોકો બચી શક્યા હોત.

વાંક સરકારનો જ છે?
યુવકે સરકાર પર સવાલ કરતાં કહ્યું કે,  સરકાર એમને એમ પરમિશન આપી દે છે તો તેમને જોવુ જોઈએ કે ફાયર સેફ્ટીના સાધનો છે કે નહીં.આમાં વાંક સરકારનો જ છે.કારણ કે ફાયર સેફ્ટી વગર જ અહિંયા પરમિશન આપી દેવામાં આવી હતી.આ સાથે જ તેમને કહ્યું કે આ લોકોના જીવ ગયા છે તો સામે આ લોકોના પણ જીવ જ લેવા જોઈએ.કારણ કે આ ઘટનામાં નિર્દોષ લોકોનો જીવ ગયો છે.