અમદાવાદ: ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાથી ગુજરાતમાં અનેક જગ્યાએ આફત તૂટી પડી હતી. ત્યારે બીજી તરફ સરકારી તંત્રણી સતર્કતાથી કોઈ જાણ હાનિ થઈ ન હતી. આ દરમિયાન લોકોણી સલામતીને લઈ ખડે પગે રહેનાર દાહોદ જિલ્લા પંચાયતના નાયબ ચિટનીસ વૈશાલીબેન જયસ્વાલ પર આફત તૂટી પડી હતી. પોતાની ફરજ પર જતી વખતે તેના પર ઝાડ પડતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારે સામાન્ય પરિવાર માંથી આવતા વૈશાલીબેનણી આર્થિક પરિસ્થિતિ નબળી છે ત્યારે બીજી તરફ ઘરની જવાબદારી પણ તેમના શિરે છે.  તેમને મદદ માટે લોકોને વિનંતી કરવામાં આવી છે.

થોડા દિવસ પેહલા બિપરજોય વાવાઝોડા ના સમયે દાહોદ જિલ્લા પંચાયતમાં નાયબ ચીટનીશ તરીકે ફરજ બજાવતા વૈશાલીબેન જયસ્વાલ પોતાની ફરજ પર જતા હતા ત્યારે તેમના પર ઝાડ પડતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયેલ હતા તેની સર્જરીનો ખર્ચ ૨૫ લાખ જેવો થાય છે આ બેનની આર્થિક પરિસ્થિતિ નબળી છે અને ઘરની તમામ જવાબદારી બેનના માથે હોય તો બને તેટલી આર્થિક રીતે મદદ કરવા વિનંતી છે.