આપણા હાથ માં કર્મ છે પરિણામ નહિ .
જીવનમાં આપણે હંમેશા કર્મ કરતા વધારે તો પરિણામ પર વધુ ધ્યાન આપીએ છીએ ,
” મારું શું થશે ?
” મને સફળતા મળશે કે નહિ ? ”
” લોકો શું કહેશે ”
આવા પ્રશ્નો આપણને વર્તમાનથી દૂર લઈ જાય છે .
શ્રીમદ ભાગવત્ ગીતમાં આપણને એક ખૂબ જ સરળ અને ઊંડી વાત શીખવે છે , કે આપણા હાથમાં કર્મ છે પરિણામ નહિ .
” કર્મ કરો પરિણામની ચિંતા છોડો”
સારા કર્મો નું ફળ સારું જ મળે છે .
એ વાત ભાગવત ગીતા કહે છે.
શ્રી મદ ભાગવત ગીતાની
સૌથી વધુ મને ગમતી એક વાત કહું !
જ્યારે રણભૂમિમાં અર્જૂન પોતાના જ સગા ભાઈઓ સંબંધીઓને , જોઇને નિરાશા સાથે કહે છે કે” હે માધવ શું મારે મારા પોતાના જ સાથે યુદ્ધ કરવું પડશે ? ”
આ મારા થી કેમ થાય ?
ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને શ્રીમદ ભગવાન ગીતાનું જ્ઞાન આપે છે , અને માણસના કર્મો વિશે કહે છે , માણસ જેવા કર્મો કરશે એવું જ ફળ એને મળશે .
આખી ગીતાનું જ્ઞાન આપી
ગીતા સમજાવે છે ,
અને પછી પણ એક જ વાત કહે છે કે મે તમે બધી વાત સમજવી પણ હવે આગળ તારે શું કરવું એ તારા પર નિર્ભર છે .
આ વાત પર થી સમજાય કે ઇશ્વર માર્ગ બતાવે છે , પછી એ માર્ગ પર ચાલવું કે ના ચાલવું એ આપણા પર આધાર હોય છે .
ગીતા શીખવે હે કે જીવનની પરિસ્થિતિ આપણા હાથમાં ના હોય પણ પરિસ્થિતિ સામે આપણો અભિગમ આપણા હાથ હોય છે .
સુખ માં વધુ પડતું ઉડી ના જવું ,
દુઃખમાં ડગી ના જવું ,
પ્રશંસા મળે તો અહંકાર ના કરવો ,
ટીકા મળે ત્યારે પોતાને ગુમાવી ના દેવું ,
હરએક સમયમાં સમતાનું જ્ઞાન ભાગવત ગીતા આપણને આપે છે .
શ્રી કૃષ્ણ એ માત્ર અર્જુનને યુદ્ધ જીતવા નહોતું કહ્યું , પરંતુ પોતાના મન પર વિજય મેળવતા શીખવ્યું .
જ્યારે માણસ પોતાના મન પર વિજય મેળવી લે છે , ત્યારે હર એક યુદ્ધ જીતી શકે છે .
જ્યારે ક્યાંય રાહમાં મળે ત્યારે એક વાર ભાગવત ગીતનું ગમે તે પાનું ખોલી ને બેસવું ક્યાંક ને ક્યાંક મનના હર એક સવાલ નો જવાબ મળી રહેશે.
આપણે જે શોધી રહ્યા છીએ એ આપણા અંદર જ છે , બીજે ક્યાંય નહિ .
જ્યારે જીવન સાગરના ઉછળતા મોજામાં તણાવને ત્યારે એક વાર શ્રી કૃષ્ણની ગીતા યાદ કરજો ,
હર એક સવાલના જવાબો મળી રહેશે . કદાચ ક્યાંક કૃષ્ણ નો અવાજ સંભળાશે.
જય શ્રી કૃષ્ણ
રૂપલ ધર્મેશભાઈ ગંગાજળિયા
નીકાવા
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો







