રાજ્યમાં અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે  વહેલી સવારે અકસ્માતની 4 ઘટનાઓમાં 5  વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો હતો. જ્યારે ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.

સુરેન્દ્રનગનાં લીંબડી અમદાવાદ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. જેમાં ચોરાણીયા ગામ નજીક ટ્રક અને ખાનગી ટ્રાવેલ્સની બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટ્રક ચાલક સહિત બે લોકોને ઈજા થઈ હતી. ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ ખસેડાયા હતા. પોલીસે ઘટનાં સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી.

સુરેન્દ્રનગરનાં પાટડી દશાડા હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. ત્યારે સાવડા ગામના પાટીયા પાસે ટ્રક અને ટ્રેલર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જ્યારે અકસ્માતમાં અન્ય બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે ખસેડાયા હતા. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માતને કારણે હાઈવે ટ્રાફિક જામ થયો હતો. પાટડી પોલીસે અકસ્માતનાં સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી.

મહીસાગરમાં અકસ્માતથી એકનું મોત 
મહીસાગરમાં માર્ગ અકસ્માતમાં 1 નું મોત થયું હતું. જ્યારે લુણાવાડા-મોડાસા હાઈવે પર સોનેલા ગામ પાસે ઘટના બની હતી. મુંબઈ થી ગલીયાકોટ દર્શન કરવા જતા પરિવારને અકસ્માત નડ્યો હતો. કારમાં સવારમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.

ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત
છોટાઉદેપુરનાં ક્વાંટમાં પડવાણી ગામે વાંસ ભરેલી આઈસર ગાડી પલ્ટી મારી હતી. 2 પુરૂષ અને એક મહિલાનું મોત થયું હતું. ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.