ચૂંટણીના પરિણામો વચ્ચે શેરબજારમા મોટો કડાકો, સેન્સેક્સ 4000 પોઈન્ટ તૂટ્યો…
ચૂંટણીના પરિણામો વચ્ચે શેરબજારમાં કડાકો બોલી ગયો છે. સવારે 11.10 વાગ્યા સુધીમાં સેન્સેક્સ 4000 પોઈન્ટ્સથી વધુ તૂટ્યો છે. ખાસ વાત એ છે કે જે સરકારી શેરો વેગ પકડી રહ્યા હતા. તે શેર સૌથી વધુ ઉડતા જોવા મળ્યા હતા. SBI, LIC અને HALની સાથે રેલવેના શેરમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.
આ સિવાય રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં 3 ટકાથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે. અદાણી કંપનીઓના શેર પણ ડૂબી ગયા છે. TCSના શેરમાં પણ એક ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી તરફ ફાર્મા શેર્સમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. જેના કારણે રોકાણકારોને અત્યાર સુધીમાં 21.50 લાખ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે.
આ પહેલા સોમવારે શેરબજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. આ ઉછાળાનું મુખ્ય કારણ એક્ઝિટ પોલમાં ભાજપને મળેલી જંગી બહુમતી હતી. જેની અસર શેરબજારમાં તરત જ જોવા મળી હતી. સેન્સેક્સમાં 4000 પોઈન્ટથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. તે જ સમયે, નિફ્ટીમાં પણ 3 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો હતો. સોમવારે રોકાણકારોએ રૂ. 13.78 લાખ કરોડનો નફો કર્યો હતો.







