મેહુલ ત્રિવેદી, અમરેલી: અમરેલીના સિંચાઈ વિભાગની કચેરીમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) દ્વારા ગોઠવવામાં આવેલા છટકામાં જુનિયર ક્લાર્ક રાકેશ વિનોદરાય ભટ્ટ અને કરાર આધારિત પટાવાળા જયદીપ હરિયાણી રૂ. 51 હજારની લાંચ લેવાના કેસમાં ઝડપાયા છે. સરકારી બાંધકામનાં બાકી બિલ અને મટીરીયલ ટેસ્ટિંગનાં નાણાં મંજૂર કરાવવાના મામલે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

બાકી બિલ મંજૂર કરાવવા લાંચની માંગણીનો આક્ષેપ

મળતી વિગતો અનુસાર, ફરિયાદી દ્વારા સરકારી બાંધકામની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. આ કામના બાકી નાણાં ઉપરાંત બાંધકામમાં ઉપયોગમાં લેવાયેલા મટીરીયલના ટેસ્ટિંગ બિલની રકમ પણ મંજૂર થવાની બાકી હતી.

આ નાણાંની ચુકવણી અને સંબંધિત વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરાવવાના બદલામાં સિંચાઈ વિભાગમાં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા રાકેશ વિનોદરાય ભટ્ટે લાંચની માંગણી કરી હોવાનો આક્ષેપ છે.

ACBએ કચેરીમાં ગોઠવ્યું છટકું

ફરિયાદના આધારે ACBની ટીમે અમરેલી સિંચાઈ વિભાગની કચેરીમાં છટકું ગોઠવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન જુનિયર ક્લાર્ક રાકેશ વિનોદરાય ભટ્ટ અને કરાર આધારિત પટાવાળા જયદીપ હરિયાણીને રૂ. 51 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

બંને સામે કાયદેસરની કાર્યવાહી

ACBની કાર્યવાહી બાદ બંને કર્મચારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સરકારી બિલની ચુકવણી અને મટીરીયલ ટેસ્ટિંગનાં નાણાં મંજૂર કરાવવાના મામલે થયેલી આ કાર્યવાહીથી અમરેલીના વહીવટી વર્તુળોમાં ચર્ચા જાગી છે.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો