બગસરા, રૂપેશ રૂપારેલીયા/  બગસરા જેસીઝ ગ્રુપ છેલ્લા ઘણા વર્ષોથી અનેક પ્રકારની સેવાકીય પ્રવુતિ સાથે જોડાયેલીછે ત્યારે બગસરા શા.માણેકચંદ મૂળચંદ સામાજિક ટ્રસ્ટ આંખની હોસ્પિટલ ખાતે ૫૯૮મો નેત્રનિદાન કેમ્પનું આયોજન મૂળ બગસરાના વતની અને હાલ અમદાવાદ વસતા સ્વ.વસંતભાઈ નરાભેરામ રાયઠ્ઠાના સ્મરનાથે હ.દિવ્યેનભાઈ રાયઠ્ઠા દ્વારા જેસીઝ ગૃપના પ્રમુખ પ્રકાશભાઇ રાણીગાની ઉપસ્થિતમાં તા ૨૮/૬ને શુક્રવારના રોજ યોજાયેલ જેમાં ૮૦ ઓ.પી.ડી.તેમજ જરૂરીયાત મંદ ૪૧ દર્દીઓને વિનામૂલ્યે આંખના ઓપરેશન કરી આપવામાં આવેલ.

આ કેમ્પને સફળ બનાવવા જેસીઝ ગ્રુપના પ્રમુખ પ્રકાશભાઈ રાણીગા વિનુભાઇ ભરખડા ચંદુભાઈ ડોડીયા મહેશભાઈ વ્યાસ સહિતના સેવાભાવી લોકોએ જહેમત ઉઠાવેલ હતી આ તકે પ્રાગટય ગ્રુપના દિવ્યેનભાઈએ પોતાના પ્રવચનમાં જેસીઝ ગ્રુપનો આભાર માનેલ અને તેમના માતુશ્રીના જન્મદિવસે દર વર્ષે કેમ્પનું આયોજન કરવામાં આવશે તેમ જણાવેલ હતુ