બગસરા,રૂપેશ રૂપારેલીયા / બગસરા શિવા ગ્રુપ દ્વારા અનેક અનેક પ્રકારની સેવાકીય પ્રવુતિ કરવામાં આવેછે અને જ્યારે બગસરા શિવા ગ્રુપની સ્થાપના કરવામાં આવેલ ત્યારે શિવા ગ્રુપના પ્રમુખ તેમજ તેમની કારોબારી સભ્યો દ્વારા બગસરા શહેરમાં હંમેશા માટે આવનારી પેઢીને યાદ રહે તે માટે બગસરા હાર્દ સમાં ચોકમાં રા.શા.સ્વ. ઝવેરચંદ મેઘાણીજીની પ્રતિમા મુકવામાં આવેલ અને દર વર્ષની જેમ આ વર્ષે પણ રા.શા.સ્વ. ઝવેરચંદ મેઘાણીજીની ૧૨૮ જન્મ જયંતિ નિમિતે એવોર્ડ આપવાનું આયોજન બગસરા અરવિંભાઈ મણિયાર હોલમાં ધારાસભ્ય જે.વી.કાકડીયાના અધ્યક્ષ સ્થાને આયોજન કરવામાં આવેલ.

આ આયોજનમાં સ્વામીનારાયન મંદિરના વિવેક સ્વરૂપ સ્વામી તેમજ બગસરા આપાગીગા ગાદી મંદિરના મહંત પ.પૂ. જેરામબાપુના હસ્તે દીપ પ્રાગટય કરી બગસરા નાગરિક શ.સહ.મંડળીના ચેરમેન રશ્વિનભાઇ ડોડીયા, સૌરાષ્ટ્ર મંડળીના ચેરમેન અનિલભાઈ વેકરિયા, પાલિકા પ્રમુખના પ્રતિનિધિ એ.વી.રિબડીયા, તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપ ભાખર તેમજ બગસરા મેઘાણી હાઇસ્કુલના શિક્ષક તેમજ કવિના અનેક એવોર્ડ મેળવી ચૂકેલા સ્નેહી પરમારની કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ.

જેમા સન્માન પત્રનું વાંચન મહેશભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવેલ હતુ તેમજ મેઘાજીના લોક સાહિત્યને અનેક મેગા સીટી અને દેશ અને વિદેશમાં ઉજાગર રાખનાર લોક ગાયક જયદેવ ગોસાઈને બગસરા નાગરિક સ.શહ.મંડળીના ચેરમેન રશ્વિનભાઇ ડોડીયા, ધારાસભ્ય જે.વી.કાકડીયા, પાલિકાના પૂર્વ પ્રમુખ કુસુમબેન ડોડીયા સહિતના પધારેલા મહાનુભાવોના હસ્તે એવોર્ડ આપવામાં આવ્યો. આ કાર્યક્રમમાં મેઘાણી સાહિત્ય વર્તુળના શિવજીભાઈ રૂખડા, હિતેશભાઈ મહેતા, મહેશભાઈ પરમાર, જયંતીભાઈ વેકરિયા, પાલિકા પ્રમુખ જ્યોતશનાબેન રિબડીયા, હરેશ પટોળીયા સહિતના રાજકીય તેમજ સહકારી ક્ષેત્રના આગેવાનો સાહીત્ય પ્રેમી જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનું આયોજન અને સંચાલન શિવા ગ્રુપના પ્રમુખ નિતેશ ડોડીયા દ્વારા કરવામાં આવ્યું હતું