લોકસભાની ચૂંટણી પુરી થયા બાદ પણ ગુજરાત ભાજપમાં કકળાટ યથાવાત રહ્યો છે. ગઈકાલે રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રીએ વર્તમાન કેન્દ્રીય મંત્રીને સણસણતો જવાબ આપ્યા બાદ પોતાના સોશિયલ મીડિયા માંથી ભાજપને દૂર કરી દીધું. ત્યારે બાદ હવે અમરેલીમાં ભાજપના પૂર્વ ધારાસભ્યનો વિડીયો વાયરલ થયો છે. જેમાં તે કોઈ વ્યક્તિને ફોનમાં કહી રહ્યા છે કે કોંગ્રેસને મત આપજો.

આ વખતે અમરેલી જિલ્લો ભાજપ માટે પડકાર જનક રહ્યો છે. ચૂંટણી પહેલા ઉમેદવારને લઈને વિરોડ થયો હતો. ચૂંટણી બાદ સાંસદ અને ઉમેદવાર નો દકખો જગ જાહેર થયો અને હવે અમરેલી ભાજપના પૂર્વ ધારાસભ્યનો એક ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય કાળુ વીરાણી આ વાયરલ વીડિયોમાં કહી રહ્યા છે કે પંજામાં મત નાખીને કોંગ્રેસનાં ઉમેદવાર જેનીબેનને જીતાડવાનાં છે. લોકસભાની ચૂંટણી ચાલતી હતી ત્યારનો આ વીડિયો હોવાનું અનુમાન છે. એટલે કે લોકસભાની ચૂંટણીમાં અમરેલીથી ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાને હરાવવા માટે ભાજપના પૂર્વ ધારાસભ્ય કાળુ વીરાણી પણ મેદાને પડ્યા હતા અને પક્ષ વિરોધી પ્રવૃતિ કરી હતી.

કમળમાં કઇ લેવાનું નથી !
ભાજપના જ પૂર્વ MLA કોંગ્રેસને મત આપવાનું કહી રહ્યા છે. પૂર્વ ધારાસભ્ય કાળુ વીરાણી વીડિયોમાં કહી રહ્યા છે કે   કે ભાજપમાં હવે કંઈ લેવા જેવું રહ્યું નથી.કઈ ધ્યાન જ નથી દેતા આ વખતે તેને પોરો દેવાનો છે. લોકસભાની ચૂંટણી પછી જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે એ જોવાનું છે આપણે.

નોંધ આ વિડીયોની પુષ્ટી News Hotspot નથી કરતું