રાજ્યમાં લૂંટની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન લૂંટની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં અમરેલીના ક્રાકચ ભોરિંગડા રોડ પર ઝવેલરીનો વેપારી મનોજ માંગરોલિયા નામનો વ્યક્તિ લૂંટાયો છે.

અમરેલી જિલ્લાનાં લીલીયાના ક્રાકચ ભોરિંગડા રોડ પર લૂંટની ઘટના સામે આવી છે.ઇમિટેશન ઝવેલરીનો વેપારી મનોજ માંગરોલિયા નામનો વ્યક્તિ લૂંટાયો હતો. ક્રાકચ ભોરીંગડા રોડ ઉપર મોટર સાયકલ લઈને જઈ રહ્યા હતા તે દરમિયાન અજાણ્યા બે ઈસમો દ્વારા મુંઢ માર મારી લૂંટ ચલાવી હતી. ક્રાકચ બેંકથી નીકળેલ વેપારીનો પીછો કરી રૂપિયા 1,90,000 ભરેલ બેગની લૂંટ ચલાવી લૂંટારૂ નાસી છૂટ્યા હતા.

આ સમગ્ર ઘટનાને લઈને લીલીયા પોલીસ મથકે લૂંટની ફરિયાદ નોધાવાઈ હતી.ત્યારે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે લૂંટ ચલાવનારને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.