મેહુલ ત્રિવેદી, અમરેલી/ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ખેરા ગામે દરિયાકાંઠે એક દુઃખદ ઘટના સામે આવી છે. દરિયાની ભેખડ નજીક ગયેલી અંદાજે 16થી 17 વર્ષની સગીરા પાણીમાં ગરકાવ થતાં તેનું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે સ્થાનિક તંત્ર અને પોલીસ વિભાગની ટીમ સ્થળ પર દોડી આવી હતી.

દરિયાની ભેખડ નજીક બની દુર્ઘટના

મળતી પ્રાથમિક માહિતી અનુસાર, ખેરા ગામની સેતુબેન શિયાળ નામની અંદાજે 16થી 17 વર્ષની સગીરા દરિયાકાંઠે શૌચક્રિયા માટે ગઈ હતી. આ દરમિયાન દરિયાની ભેખડ નજીકથી લપસી જતાં તે પાણીમાં ગરકાવ થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે.

તંત્ર અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી

ઘટનાની જાણ થતાં તાલુકા વિકાસ અધિકારી, મામલતદારની ટીમ અને પોલીસ વિભાગના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યારબાદ સ્થાનિક સ્તરે સગીરાની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

સ્થાનિક તરવૈયાઓએ મૃતદેહ બહાર કાઢ્યો

પ્રાથમિક વિગતો મુજબ, દરિયાના પાણીમાં સગીરાનો મૃતદેહ ઉપર આવતાં સ્થાનિક તરવૈયાઓએ હોડીની મદદથી મૃતદેહને બહાર કાઢ્યો હતો. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજુલા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો.

આ દુઃખદ ઘટનાને પગલે વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે. ઘટનાની વધુ વિગતો અને સત્તાવાર તપાસ અંગેની માહિતીની રાહ જોવાઈ રહી છે.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો