રાજ્યમાં જર્જરિત મકાન પડવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. આ દરમિયાન જર્જરિત મકાન પડવાની વધુ એક ઘટના સામે આવી છે. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગોપાલગ્રામમાં ગઇકાલે રાત્રે જૂનું મકાન ધરાશાયી થયું હતું. જેમાં વૃદ્ધ મકાન માલિમુ મોત થયું છે.

અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. ગઇકાલે મોડી રાત્રે જુનવાણી જર્જરિત મકાન ધરાશાયી થયું હતું. જેમાં વૃદ્ધ મકાન માલિક કાટમાળમાં ફસાયા હતા. ગ્રામજનો અને સ્થાનિક અગ્રણીઓ દ્વારા વૃદ્ધ મકાન માલિકને કાટમાળ માંથી બહાર કાઢવામાં આવ્યા હતા. અને તાત્કાલિક સારવાર માટે 108 મારફતે સારવાર અર્થે મોકલવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્ત મકાન માલિક ધીરુભાઈ જેઠવાનું સારવાર દરમિયાન મોત થયું છે.

ઘટનાની જાણ થતાં જ તંત્ર દોડતું થયું હતું અને ઘટના સ્થળે પહોંચ્યું હતું. અને તત્કાલીક કાર્યવાહી શરૂ કરી હતી. પરંતુ જૂનું જર્જરિત મકાન કાટમાળમાં ફેરવાયું હતું. ત્યારે સવાલ એ છે કે અમરેલી જિલ્લામાં આવા કેટલાય જર્જરિત મકાન હશે. તંત્રએ જર્જરિત મકાન માટે શું કાર્યવાહી કરી છે ?

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો
Facebook સાથે જ જોડાવા અહી ક્લિક કરો
 Instagram સાથે જ જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જ જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો