અશોક મણવર, બગસરા/અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં ગો.વા સવિતાબેન શાંતિલાલ કેશરિયા મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા અધ્યતન હવેલીનું નવ નિર્માણ પૂર્ણ કરી સમાજને અર્પણ કરવામાં આવ્યું છે. આ ભવ્ય ધાર્મિક અને સામાજિક પ્રસંગે સમગ્ર શહેરમાં ભક્તિ અને ઉત્સાહનું માહોલ જોવા મળ્યો.
પરમ મિત્ર તથા અઘરાં કાર્યને સરળ બનાવનાર કાયમી સાથીદાર શ્રી કાળુભાઈ કેશરિયા પરિવાર દ્વારા અથાગ પરિશ્રમ અને નિષ્ઠાપૂર્વક હવેલીનું નવ નિર્માણ કરી વૈષ્ણવજન તથા સમાજને અર્પણ કરવામાં આવ્યું. આ કાર્યને સમાજના વિવિધ વર્ગોમાંથી પ્રશંસા મળી રહી છે.
હવેલી અર્પણ પ્રસંગે પરમ પૂજ્ય ગોસ્વામી ૧૦૮ વલ્લભકુળના અનેક બાવાશ્રીઓ ચંપારણ ધામ વિધિ અનુસાર ધાર્મિક વિધિઓ સાથે હવેલીને સમર્પિત કરવા છેલ્લા ત્રણ દિવસથી બગસરા શહેરમાં પધાર્યા છે. આ દરમ્યાન ઠાકોરજીને સમર્પિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
આ આયોજન અંતર્ગત વૈષ્ણવજનની હજારોની જનમેદનીને મહાપ્રસાદ, વિશાળ શોભાયાત્રા, 56 ભોગના અલૌકિક ઉત્સવ તેમજ શ્રીનાથજીની ઝાંખી અને દર્શનનો લાભ મળ્યો. ઐતિહાસિક પ્રસંગે બગસરા શહેર જાણે સંપૂર્ણ રીતે ઠાકોરજીમય બની ગયું હોય તેવું દૃશ્ય સર્જાયું છે.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો







