બગસરા રૂપેશ રૂપારેલિયા/ વિસાવદર તાલુકાના મોટા ભલગામ ખાતે સમસ્ત હીરપરા પરિવાર સ્નેહ મિલન કાર્યક્રમ તા. ૦૪/૦૮/૨૦૨૪ને રવિવાર માં રોજ સુરત યુવક મંડળ દ્વારા યોજાશે જેમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાશે જેવા કે, અને મિલન, અભ્યાસ કરતા બાળકોને નોટ બુક, મોટીવેશન માટે હરેશભાઈ માણીયા સ્પેશિયલ સ્પીચ આપી બાળકો તેમજ વડીલો નું મનોબળ વધારશે.
આ કાર્યક્રમ માં સુરત, નવસારી, અમદાવાદ તેમજ સમગ્ર ગુજરાત માંથી સમસ્ત હીરપરા પરિવાર ના લોકો આ કાર્યક્રમ માં ભાગ લેવા પધારવા હિતેશભાઈ રમણીકભાઇ હીરપરા દ્વારા જણાવેલ તેમજ આ કાર્યક્રમ માં પધારવા મો. નં. ૯૩૭૬૯ ૧૮૦૮૦ ઉપર સંપર્ક કરી નોંધણી કરવા જણાવેલ છે આ કાર્યક્રમ પટેલ સમાજ ની વાડી મોટા ભલગામ તા. વિસાવદર જિલ્લો જૂનાગઢ ખાતે યોજાશે






