મુલાયમ સિંહ યાદવના નાના પુત્રવધુ આજે વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે. અપર્ણા યાદવ મુલાયમ સિંહના બીજા પત્ની સાધના ગુપ્તાના પુત્ર પ્રતીક યાદવના પત્ની છે.
ઉત્તર પ્રદેશ ભાજપના અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહે તેમને ભાજપમાં સામેલ કરાવ્યા. જેમાં ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય પણ ઉપસ્થિત રહ્યા હતા.
ભાજપમાં સામેલ થયા બાદ અપર્ણા યાદવે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા સાથે પણ મુલાકાત કરી. ભાજપમાં આવ્યા બાદ અપર્ણા યાદવે કહ્યુ કે હુ હંમેશાથી પીએમ મોદીથી પ્રભાવિત રહી છુ. રાષ્ટ્ર મારા માટે સૌથી પહેલા છે. હુ હવે રાષ્ટ્રની આરાધના કરવા નીકળી છુ. જેમાં મને સૌનો સહયોગ જોઈએ. અપર્ણા યાદવે આગળ પીએમ મોદીની સ્વચ્છ ભારત અભિયાન, મહિલાઓ, રોજગાર વગેરે માટે ચલાવવામાં આવેલા અભિયાનોના વખાણ કર્યા.







