રાજકોટ:એક તરફ દેશમાં આઝાદી પર્વની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે. એવામાં રાજકોટમાં ગુજરાત ATSને મોટી સફળતા હાથ લાગી છે. આતંકી સંગઠન અલકાયદા સાથે જોડાયેલા ત્રણ શખ્સને દબોચી લેવાયા છે. આપને જણાવી દઈએ કે આ ત્રણેય આતંકીઓ છેલ્લા 6 મહિનાથી રાજકોટની સોની બજારમાં કામ કરતા હતા.
આઝાદી પર્વની ઉજવણી થવાની હોય ત્યારે ગુજરાત ATS એકદમ સતર્ક મોડમાં જોવા મળી રહ્યું છે. આ દરમિયાન રાજકોટમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે ગુજરાત ATSએ આતંકી સંગઠન સાથે સંકળાયેલા ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. તેમની પાસેથી હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા છે. મહત્વની વાત તો એ છે કે રાજકોટના સૌથી ભીડ-ભાડ વાળા અને મહત્વપૂર્ણ ગણાતા વિસ્તાર સોની બજારમા આ ત્રણેય શખ્સો છેલ્લા 6 મહિનાથી કામ કરતા હતા. આ ત્રણેય આરોપી પાસેથી એક પિસ્તોલ અને 10 કારતૂસ મળી આવ્યા છે.
ખુંખાર આતંકીઓને ઝડપી લેવાયા
ગુજરાત ATSએ એક મોટા ઓપરેશનમાં રાજકોટમાંથી આતંકવાદી સંગઠન અલ કાયદા સાથે જોડાયેલા ત્રણ શકમંદોની ધરપકડ કરી છે. ATS તેમની પાસેથી અલ કાયદાના પેમ્ફલેટ અને અન્ય સામગ્રી પણ મળી છે. ગુજરાત ATS દ્વારા ત્રણ શકમંદોની ધરપકડ કરવામાં આવી છે. તેમના નામ અમાન, અબ્દુલ શુકુર અને સૈફ નવાઝ છે. છેલ્લા 6 મહિનાથી સોની બજારમાં કામ કરતાં અને અલકાયદાનો પ્રચાર કરતાં શકમંદો પાસેથી ATSએ હથિયારો પણ જપ્ત કર્યા છે. ATSએ જણાવ્યા અનુસાર ત્રણેય લાંબા સમયથી અલકાયદાના સંપર્કમાં હતા. તેઓ સંપૂર્ણપણે કટ્ટરપંથી બની ગયા છે. ધરપકડ કરાયેલા શકમંદો પશ્ચિમ બંગાળના રહેવાસી છે.
મૂળ વેસ્ટ બેંગાલના છે ત્રણેય આરોપી
પાપ્ત વિગતો મુજબ મૂળ વેસ્ટ બંગાળના ત્રણેય અલકાયદાથી રેડિક્લાઈઝ થયા હતા.જે આરોપીઓ છેલ્લા 6 મહિનાથી સોની બજારમાં કામ કરી અલકાયદાનો ફેલાવો કરતા હતા. તેમજ ઝડપાયેલ 3 આરોપીઓ પાસેથી એ ટી એસે 1 પીસ્તોલ અને 10 કારતુસ કબ્જે કર્યા છે.
ત્રણેયને અમદાવાદ લઈ જવાયા
ગુજરાત ATSએ અલ કાયદાના વધુ એક આતંકવાદી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. રાજકોટમાંથી ઝડપાયેલ ત્રણ શંકાસ્પદ આતંકવાદીઓ અરમાનમ અબ્દુલ શુકુર અને સૈફ નવાઝ પાસેથી હથિયાર પણ મળી આવ્યું છે. ત્યારે હાલ ત્રણેય શકમંદોને અમદાવાદ લઈ જવામાં આવ્યા છે.
ગુપ્ત રાહે ATS તપાસ કરી રહી હતી
આ તમામ આરોપીઓને લઈ ગુજરાત એટીએસ ગુપ્ત રાહે તપાસ પણ કરી રહી હતી અને ચોક્કસ બાતમી મળતા ત્રણેયને પકડીને અમદાવાદ લાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીઓએ હવાલાથી પણ કોઈ ટ્રાન્જેક્શન કર્યા હોવાની વિગત ગુજરાત એટીએસને મળી છે.







