બગસરા, રૂપેશ રૂપારેલિયા/ અહીંના સુપ્રસિધ્ધ આપાગીગા ગાદી મંદિર ની પરંપરા અનુસાર દર વર્ષ ની માફક આ વર્ષે પણ સંતો એ સ્થાપિત કરેલ વિધિ વિધાન મુજબ 7/7/2024 ને રવિવાર ના રોજ અષાઢી બીજ ના ભાગ રૂપે 7 કલાકે મંગળા આરતી હનુમાન ચાલીસા ના પાઠ હોમાત્મક યજ્ઞ બાદ પૂજ્ય આપાગીગા ગાદી મંદિર ઉપર સમસ્ત ગધઇ પરિવાર તથા રમેશભાઈ અરજણભાઇ સોજીત્રા ગોકુલપરા સોસાયટી ના નિવાસ સ્થાને થી ધ્વજા નું સામયું વાજતે ગાજતે પૂ આપાગીગા ગાદી મંદિર ખાતે સવારે 10 કલાકે આવશે.

જગ્યા ના પ્રવર્તમાન મહંત પૂ શ્રી જેરામબાપુ ના વરદ હસ્તે ગાદી મંદિર માં ધ્વજા રોહણ કરવામાં આવશે.તેમજ બહુમુલી પ્રસાદી વાસ્તુ પૂ શ્રી આપાગીગા ના કપડા, માળા, બેરખો , કેશ ,( વાળા ), લાકડી તેમજ પુરોગામી સંતો ની પ્રસાદીની વાસ્તુઓને પૂજન ધૂપ દીપ નિવેદ ધરાશે ત્યાર બાદ સાંજ ના સમય માં મહાઆરતી ના દર્શન થશે આ મહોષ્ટસવ માં બગસરા તેમજ ગ્રામ્ય વિસ્તાર ના ભાવિકો તેમજ ગાદી મંદિર ના સેવકોને આ મહોત્સવમાં પધારવા તેમજ સાંજની મહા આરતીનો લાભ લેવા ભાવિકોને અહીંના મહંત પૂ શ્રી જેરામબાપુ ને જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે.તેમજ આ મહોત્સવ ને સફળ બનાવવા શ્રી ગીગેવ ગ્રુપ તેમજ ગિગેવ રાસ મંડળ અને જગ્યા ના કોઠારીશ્રી હરીબાપુ જહેમત ઉઠાવી રહ્યા