રાજકોટમાં રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે લાગણી અને ભાઈ-બહેનના સ્નેહને ઉજાગર કરતો એક સુંદર પ્રસંગ જોવા મળ્યો હતો. આજીડેમ ચોકડી ખાતે સ્કૂલની વિદ્યાર્થીનીઓ દ્વારા ટ્રાફિક પોલીસ કર્મચારીઓને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી.
સામાન્ય રીતે રક્ષાબંધનના દિવસે બહેનો પોતાના ભાઈઓને રાખડી બાંધી તેમના સુખ, સમૃદ્ધિ અને સલામતીની શુભકામનાઓ પાઠવે છે. પરંતુ આ પ્રસંગે વિદ્યાર્થીનીઓએ સમાજની સુરક્ષા અને વ્યવસ્થા જાળવવામાં સતત ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ કર્મચારીઓને પોતાના ભાઈ સમાન માની રાખડી બાંધી હતી.
આ પહેલથી આજીડેમ ચોકડી પર થોડા સમય માટે ભાવનાત્મક અને હર્ષભર્યું વાતાવરણ સર્જાયું હતું. વિદ્યાર્થીનીઓએ પોલીસ કર્મચારીઓને રાખડી બાંધી રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી હતી.







