અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના નાના મુંજીયાસર ગામમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડી મોટી કાર્યવાહી કરી છે. પોલીસની ટીમે સ્થળ પરથી 18 શખ્સોને જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડ્યા છે.

વાડીમાં ચાલતી હતી જુગારની બાજી

મળતી માહિતી મુજબ, નાના મુંજીયાસર ગામમાં મનસુખભાઈ ક્યાડાની વાડીમાં કેટલાક શખ્સો એકઠા થઈ હાર-જીતનો જુગાર રમતા હોવાની માહિતી પોલીસને મળી હતી. આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડ્યો હતો.

પોલીસની કાર્યવાહી દરમિયાન વાડીમાં જુગાર રમતા 18 આરોપીઓ ઝડપાઈ ગયા હતા. અચાનક પોલીસની રેડ પડતા જુગાર રમતા શખ્સોમાં દોડધામ મચી ગઈ હતી.

રોકડ સહિત 18 મોબાઈલ અને 11 વાહનો જપ્ત

દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી ₹1.05 લાખની રોકડ રકમ, 18 મોબાઈલ ફોન અને 11 વાહનો સહિત કુલ ₹6.55 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે તમામ 18 આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમરેલી SPની સૂચનાથી કાર્યવાહી

અમરેલી SPની સૂચના હેઠળ બગસરા PI વી.કે. ગોલવેલકર અને તેમની ટીમે આ કાર્યવાહી હાથ ધરી હતી. જુગાર સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

હાલ પોલીસે ઝડપાયેલા તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો