આજે સોમવારના રોજ આરોગ્ય બચાવો અભિયાન માટે વડોદરા શહેર- જિલ્લા દ્વારા SSG હોસ્પિટલની બહાર પ્રદર્શન કરવામાં આવ્યુ
જેમાં બપોરે ૧૨:૩૦ કલાકે, SSG હોસ્પિટલ ગેટની બહાર સલાટવાળા પેટ્રોલ પંપ ની સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું વડોદરા કોંગ્રેસ શહેર પ્રમુખ પ્રશાંત પટેલ, જિલ્લા પ્રમુખ સાગર બ્રહ્મભટ્ટ, વિરોધ પક્ષ નેતા અમીબેન રાવત, માજી સંસદ સત્યજિત ગાયકવાડ, માજી મંત્રી ભીખાભાઇ રબારી, પ્રદેશ મંત્રી નિલેશ બ્રહ્મભટ્ટ, પ્રવક્તા અમિત ઘોટીકર, ડો. પ્યારે સાહેબ , હેમલ પટેલ, કિરણ કાપડિયા સહિતના આગેવાનોએ સોમવારે SSG હોસ્પિટલ ની બહાર ઓક્સિજન, રેમડેવીસીર ના કટઆઉટ પોસ્ટરો, બેનરો અને પત્રિકા વહેંચી ” કોરોનાની મોત નો જવાબદાર કોણ – ભાજપ સરકાર : ભાજપ સરકાર” ના સૂત્રો પોકાર્યા હતા ત્યારે બાદ કૉંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી







