રાજ્યમાં ગુજરાત રાજ્ય કાઠી ક્ષત્રિય સમાજના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી રહી છે. ત્યારે અમરેલી જિલ્લાના ધારી તાલુકા માંથી અજયભાઈ વાળાને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. અજયભાઈ વાળાની સહમંત્રી તરીકે નિમણૂક કરતાં રાજકોટના ઉધ્યોગપતિ ભરતભાઇ વાળાએ આવકારી છે.
કાઠી ક્ષત્રિય સમાજના અગ્રણી નેતા અને અમરેલી જિલ્લા યૂથ કોંગ્રેસના ઉપાધ્યક્ષ અજયભાઈ વાળાને શ્રી ગુજરાત રાજ્ય કાઠી ક્ષત્રિય સમાજના સહમહામંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે. ત્યારે આ નિમણૂકને ભરતભાઇ વાળા ( વાવડી – રામ વાળાની) દ્વારા આવકારવામાં આવી છે. આ સાથે સમાજ અગ્રણીને શુભકામના પાઠવવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી ગુજરાત રાજ્ય કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા અનેક સેવાકીય કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે આ બંને આગેવાનો સેવાકીય કાર્યમાં સહભાગી બને તેવી શુભકામના પાઠવવામા આવી.







