તમિલનાડુના વર્તમાન મુખ્યમંત્રી અને શાસક ડીએમકેના વડા એમ.કે. સ્ટાલિન કોલાથુર મતવિસ્તારમાંથી ચૂંટણી હારી ગયા છે. કોલાથુર બેઠક સ્ટાલિનનો ગઢ માનવામાં આવતી હતી, જે સતત ત્રણ વખત (૨૦૧૧, ૨૦૧૬, ૨૦૨૧) જીતી હતી. તેમને વિજય થલાપતિના તમિલગા વેત્રી કઝગમ (ટીવીકે) ઉમેદવાર અને સ્ટાલિનના જૂના સહયોગી વી.એસ. બાબુએ હરાવ્યા હતા. એમકે સ્ટાલિને અગાઉ 2021ની વિધાનસભા ચૂંટણીમાં એઆઈએડીએમકેના આદિયા રાજારામને હરાવ્યા હતા.
વીએસ બાબુ અગાઉ ડીએમકેના ધારાસભ્ય હતા. તેઓ 2011ની વિધાનસભા ચૂંટણી દરમિયાન કોલાથુર મતવિસ્તારમાં એમકે સ્ટાલિનના ચૂંટણી પ્રચારના પ્રભારી હતા, પરંતુ બાદમાં તેઓ પાર્ટી છોડીને એઆઈએડીએમકેમાં જોડાયા. ત્યારબાદ, 7 ફેબ્રુઆરી, 2026ના રોજ, તેઓ વિજય થલાપતિની ટીવીકે પાર્ટીમાં જોડાયા.
સ્ટાલિન કોલાથુર બેઠક પરથી સતત ત્રણ વખત જીત્યા હતા
એમ.કે. સ્ટાલિન તમિલનાડુના રાજકારણમાં એક અગ્રણી વ્યક્તિ છે. તેઓ પાંચ વખત તમિલનાડુના મુખ્યમંત્રી રહી ચૂકેલા એમ. કરુણાનિધિના પુત્ર છે. 2018માં કરુણાનિધિના અવસાન બાદ, તેમણે ડીએમકેનું પ્રમુખપદ સંભાળ્યું. 2011માં, કોલાથુર વિધાનસભા મતવિસ્તાર વિલ્લિવાક્કમ અને પુરાસાવક્કમ મતવિસ્તારના ભાગોને જોડીને બનાવવામાં આવ્યો હતો. તેની રચના થઈ ત્યારથી, એમ.કે. સ્ટાલિન ધારાસભ્ય રહ્યા છે.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો







