Bigg Boss Ott2:ટોક ઓફ ધ ટાઉન બની ગયો છે. પીઢ દિગ્દર્શક મહેશ ભટ્ટે શોમાં એન્ટ્રી કરી હતી. તેઓ ફેમિલી વીકમાં પુત્રી પૂજા ભટ્ટને મળવા ગયા હતા. તે બિગબોસના તમામ સ્પર્ધકોને મળ્યા અને તેમના પર પ્રેમ વરસાવ્યો. પરિવારના તમામ સભ્યોને મળ્યા બાદ તેઓ પુત્રી પૂજા ભટ્ટને મળ્યા હતા. પુત્રીને મળતા જ તેઓ ભાવુક દેખાયા હતા.
પૂજા ભટ્ટ સાથેની યાદોને કરી શેર
જ્યારે તે તેની પુત્રીને મળ્યા ત્યારે તેણે પૂજા ભટ્ટના જન્મ વિશેની એક યાદને શેર કરી. તેમણે કહ્યું, ‘જ્યારે પૂજા થઈ ત્યારે હું માત્ર 23 વર્ષનો હતો. મારી પાસે પૈસા નહોતા. મારે હોસ્પિટલ માટે 1200 રૂપિયા આપવાના હતા. હું ખૂબ જ પરેશાન હતો કે હું આ પૈસા કેવી રીતે ચૂકવીશ. જ્યારે હું શાળામાં હતો અને 16 વર્ષનો હતો ત્યારે હું પૂજાની માતાને મળ્યો હતો.
View this post on Instagram
જ્યારે પહેલીવાર મહેશે પૂજાને જોઈ
તેણે આગળ કહ્યું, ‘જ્યારે પૂજાનો જન્મ થયો હું હોસ્પિટલ ગયો અને પૂજાની માતાને મળ્યો. તો તેણે કહ્યું, ‘તમે તેને જોઇ?’ હું પૂજાને જોવા ગયો. તે ગ્લાસ ઇન્ક્યુબેટરમાં હતી. પૂજાનો વજન 10 પાઉન્ડ હતો. આખો ચહેરો ગુલાબી હતો.પૂજાના હાવભાવમાં ગુસ્સો હતો જે ક્યારેય નહીં બદલાય. અમે બધાં તેના બાળપણથી લઈ આજ સુધી તેનાથી ડરીએ છીએ.
પૂજા-મહેશે શેર કરી ઈમોશનલ મોમેન્ટ
મહેશ ભટ્ટે પૂજાને કહ્યું કે મેં સવારે તને ઘરના એક ખૂણામાં બેઠેલી જોઇ હતી. તું શાંતિનો અનુભવ કરી રહી હતી. દિલના ટુકડા કરી અને તું આવી હતી. મહેશે એ પણ જણાવ્યું કે, તેણે 23 વર્ષની ઉંમરે પૂજાને પત્ર લખ્યો હતો. મહેશ પૂજાને કહે છે કે તેને પૂજા પર ગર્વ છે. અને પછી બંને આ વીડિયોમાં ભાવુક થતા જોવા મળે છે.







