ભારતીય શેરબજારમાં તોફાની ઉછાળો ગુરુવારે પણ ચાલુ રહ્યો હતો. શેરબજારમાં ચાલી રહેલી તેજીના કારણે સેન્સેક્સ અને નિફ્ટી સતત રેકોર્ડ એક પછી એક રેકોર્ડ બનાવી રહ્યા છે. ગુરુવારે પણ સેન્સેક્સ અને નિફ્ટીએ નવો રેકોર્ડ બનાવતા રેકોર્ડ ઉંચી સપાટી પર પહોંચી ગયા હતા. સેન્સેક્સે 79 હજારની સપાટી વટાવી હતી, તો નિફ્ટીએ પણ 24 હજારની વિક્રમી સપાટી વટાવી હતી. જોકે, ટ્રેડિંગ સેશન દરમિયાન વિક્રમી ઊંચાઈએ પહોંચ્યા બાદ બંને ઈન્ડેક્સમાં ઘટાડો થયો હતો. હાલમાં સેન્સેક્સ 269.62 પોઈન્ટના ઉછાળા સાથે 78943.87 પર ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી પણ 76 પોઈન્ટના વધારા સાથે 23945 પર છે.

બીએસઈ સેન્સેક્સે પણ આજે 78,771.64ની નવી વિક્રમી સપાટી બનાવી છે અને ગઈકાલે તેણે 78,759.40ની સર્વોચ્ચ સપાટી હાંસલ કરી હતી. મંગળવારે સેન્સેક્સ 78 હજારના સ્તરને પાર કરી ગયો હતો. એટલે કે માત્ર 3 દિવસમાં સેન્સેક્સે નવો રેકોર્ડ બનાવ્યો છે. સવારથી બજારમાં મર્યાદિત રેન્જમાં કારોબાર થઈ રહ્યો હતો. જો આપણે સેન્સેક્સના શેર પર નજર કરીએ તો તેના 30 શેરોમાંથી 12 શેર ઉછાળા સાથે અને 18 શેરો ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. અલ્ટ્રાટેક સિમેન્ટ તેના મોટા સિમેન્ટ સોદાના આધારે માર્કેટમાં ટોપ ગેઇનર બની છે અને તેના પછી JSW સ્ટીલ આવે છે.

BSE નું માર્કેટ કેપિટલાઇઝેશન
માર્કેટ ઓપનિંગ સમયે, BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂ. 437.02 લાખ કરોડ હતું, પરંતુ ઓપનિંગના અડધા કલાકમાં જ તે ઘટીને રૂ. 438.46 લાખ કરોડ પર આવી ગયું છે. તે જ સમયે, બજાર ખુલ્યાના એક કલાક પછી એટલે કે સવારે 10.12 વાગ્યે, આ મેકેપ 439.07 લાખ કરોડ રૂપિયા થઈ ગયો છે. BSE પર ટ્રેડ થયેલા 3296 શેરોમાંથી 2060 શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. 1122 શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને 114 શેર કોઈ ફેરફાર વગર ટ્રેડ થઈ રહ્યા છે.

આ શેરોએ નફો અને નુકસાન કર્યું  
અલ્ટ્રાટેક સિમેન્ટ, જેએસડબ્લ્યુ સ્ટીલ, ટાટા સ્ટીલ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં વધારો થયો હતો. એશિયન બજારોમાં દક્ષિણ કોરિયાનો કોસ્પી, જાપાનનો નિક્કી, હોંગકોંગનો હેંગસેંગ અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ખોટમાં રહ્યો હતો.