વાહન નંબર ના શોખીનો માટે ગુજરાત સરકારે આજે મહત્વનો નિર્ણય લીધો છે. વાહન ચાલકો હવે વાહનનો જૂનો નંબર રિટેન કરી શકશે એટ્લે કે વાહનો માટે ફરી એ જ નંબર લઈ શકાશે. વાહન સ્ક્રેપ થાય કે અન્યને વેચે તો પણ એ જ નંબર વાહન ચાલકોને ફાળવવામાં આવશે. આ અંગે વાહન વ્યવાહર મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું કે,વાહન માલિકો તેઓની અલગ-અલગ પ્રકારની વ્યક્તિગત, ધાર્મિક, સામાજિક કે ન્યુમરોલોજી વગેરે માન્યતાના આધારે તેઓના વાહન માટે ચોક્ક્સ નોંધણી નંબર મેળવવાનો આગ્રહ રાખતા હોય છે.
વાહન માલિકોની તેઓના નંબર સાથે જોડાયેલ લાગણી-માન્યતાને કારણે જૂના વાહનોના નંબર રિટેન રાખવાનો આગ્રહ રાખતા હોય છે એને ધ્યાને લઈને આ નિર્ણય કરાયો છે.






