મેહુલ ત્રિવેદી, અમરેલી/ ધારી તાલુકાના ચલાલા-ગોપાલગ્રામ રોડ પર ગુરુકુળના પાટિયા નજીક વીજ શોક લાગવાથી એક ખેડૂતનું મોત થયું હોવાની દુઃખદ ઘટના સામે આવી છે. કુવાની ઇલેક્ટ્રિક મોટર પિયત માટે ચાલુ કરવા ગયેલા ખેડૂતને અચાનક વીજ શોક લાગ્યો હતો.

મળતી માહિતી મુજબ, ધારી તાલુકાના ચલાલા-ગોપાલગ્રામ રોડ પર ગુરુકુળના પાટિયા નજીક ખેડૂત મુકેશભાઈ દલપતભાઈ દેવમોરારી પોતાના કુવા પર પિયત માટે ઈલેક્ટ્રિક મોટર શરૂ કરવા ગયા હતા. આ દરમિયાન અચાનક ઇલેક્ટ્રિક શોર્ટ લાગતાં તેમને ગંભીર વીજ શોક લાગ્યો હતો.

વીજ શોક લાગ્યા બાદ ખેડૂતને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ફરજ પરના તબીબે તપાસ કર્યા બાદ મુકેશભાઈ દલપતભાઈ દેવમોરારીને મૃત જાહેર કર્યા હતા.

પોલીસ દ્વારા તપાસ શરૂ

ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી. પોલીસે બનાવ અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાની ચોક્કસ પરિસ્થિતિ અને વીજ શોક લાગવાનું કારણ જાણવા તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

ચલાલા-ગોપાલગ્રામ રોડ પર બનેલી આ દુઃખદ ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. સમગ્ર મામલે પોલીસ અને સંબંધિત તંત્રની તપાસ બાદ વધુ વિગતો સામે આવી શકે છે.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો