રાજકીય વિશ્લેષકો એ કહ્યું છે કે ગુજરાતની રાજનીતિના એવા નેતા જે ૧૮ મુખ્યમંત્રીઓ સાથે કામ કરી ચુક્યા છે એ હવે ચુંટણી નહીં લડે એવી જાહેરાત કરી છે. તો હવે તેમની બેઠક છોટાઉદેપુર પર કોણ લડશે ચુંટણી ?
તમે કોઈ એક વ્યક્તિનું નામ નહીં બતાવી શકો પરંતુ અંદાજ મોહનસિંહના નિવેદન પરથી લગાવી શકાય છે. તેમને એવા યુવા નેતૃત્વની વાત કરી છે જે છોટાઉદેપુર વિધાનસભાના તમામ ગામોમાં લગ્ન, મરણ, બેસણું, સામજિક પ્રસંગે તેમજ આકસ્મિક આગ લાગેલા પરીવારનો આર્થિક સહાય કરી ઉપસ્થિત રહી લોક સંપર્ક સાધી પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવે. એમના આ નિવેદન પરથી રાજકીય ગલિયારામાં એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે આવું યુવા નેતૃત્વ તો માત્ર તેમના વચલા પુત્ર રાજેન્દ્રસિંહ રાઠવા (રાજુભાઈ) જ છે જે તેમના વારસદાર તરીકે ચુંટણી લડશે ?
રાજ્યસભા સાંસદ પુત્ર નારણભાઈ રાઠવાના પુત્ર સંગ્રામસિંહ રાઠવા પણ વિધાનસભા લડવાની વાત કરે છે. પરંતુ તેમને જોઈએ એટલો જનાધાર નથી. સંગ્રામસિંહ માત્ર નગરપાલિકા પુરતા જ રાજકારણ કરે તો તેમની રાજકીય કારકિર્દી માટે સારું રહેશે એવું રાજકીય વિશ્લેષકોનું માનવું છે. કારણ કે સંગ્રામસિંહ હજી નિશાળીયા રાજકારણી કહેવાય તેમને એટલો બહોળો અનુભવ નથી અને નગરપાલિકામાં અવારનવાર અવિશ્વાસની દરખાસ્તના કારણે પાલિકાનો વહીવટ પણ સારી રીતે ન કરી શકનાર વિધાનસભામાં શું કરશે એવું લોક ચર્ચા છે.
અંતે તો એવું પણ કહેવામાં આવે છે કે રાજેન્દ્રસિંહ મોહનસિંહ રાઠવા ચુંટણી લડે તો વિરોધીઓ માટે વિધાનસભા જીતવા માટે કપરા ચડાણ છે. કારણ કે રાજેન્દ્રસિંહ રાઠવા હુબેહુબ મોહનસિંહ રાઠવા જેવો માયાળુ, મિલનસાર સ્વભાવ, લોક સંપર્ક સાધી પ્રજાના પ્રશ્નો માટે સતત પ્રયત્નશીલ રહે છે. રાજકીય વિશ્લેષકોના મત મુજબ રાજેન્દ્રસિંહનો લોક સંપર્ક છોટાઉદેપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં સતત રહે છે અને લોકો પણ ઈચ્છે છે કે રાજેન્દ્રસિંહ વિધાનસભા લડે અને અમારા પ્રશ્નો વિધાનસભામા ઉઠાવે .







