કોકરોચ જનતા પાર્ટી (CJP) અને તેના વડા અભિજિત દિપક છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. સંગઠન દ્વારા જાહેર મુદ્દાઓને લઈને દબાણ જૂથ તરીકે કામ કરવાની વાત કરવામાં આવી રહી છે. બીજી તરફ, તાજેતરના એક સર્વેમાં CJP ભવિષ્યમાં ચૂંટણી લડે તો તેને કેટલું જનસમર્થન મળી શકે તે અંગે લોકોનો અભિપ્રાય જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ સર્વેના પરિણામોમાં CJP માટે મિશ્ર સંકેતો જોવા મળ્યા છે. સર્વેમાં પૂછવામાં આવ્યું હતું કે જો CJP ચૂંટણી લડે તો શું તમે તેને મત આપશો? તેના જવાબમાં 33% લોકોએ હા કહી હતી, જ્યારે 43% લોકોએ ના કહ્યું હતું.
CJPને ચૂંટણી લડવી જોઈએ કે દબાણ જૂથ રહેવું જોઈએ?
સર્વેમાં CJPની ભૂમિકા અંગે પણ લોકોનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો. જો CJP રાજકીય ચૂંટણીમાં ઉતરવાને બદલે માત્ર દબાણ જૂથ તરીકે કામ કરે તો તેના વિશે શું વિચાર છે તે પૂછવામાં આવ્યું હતું.
આ પ્રશ્નના જવાબમાં 39% લોકોએ CJPને દબાણ જૂથ તરીકે જ રહેવાની તરફેણ કરી, જ્યારે 26% લોકોએ સંગઠને ચૂંટણી લડવી જોઈએ એવું જણાવ્યું.
આ આંકડા દર્શાવે છે કે સર્વેમાં ભાગ લેનારા લોકોના એક વર્ગને CJPની દબાણ જૂથ તરીકેની ભૂમિકા વધુ યોગ્ય લાગી રહી છે.
યુવાનોને રોજગારલાયક બનાવવાની જવાબદારી કોની?
સર્વેમાં યુવાનોની રોજગારક્ષમતા અંગે પણ મહત્વનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જવાબદારોને પૂછવામાં આવ્યું કે યુવાનોને રોજગાર માટે તૈયાર કરવાની મુખ્ય જવાબદારી કોની હોવી જોઈએ.
આ પ્રશ્નમાં 63% લોકોએ કેન્દ્ર અને રાજ્ય સરકારોને જવાબદાર ગણાવ્યા. જ્યારે 14% લોકોએ શાળા અને કોલેજોને જવાબદાર ગણાવ્યા હતા.
આ ઉપરાંત 9% લોકોએ ખાનગી નોકરીદાતાઓ અને 5% લોકોએ સામાન્ય લોકો તથા પરિવારોને જવાબદાર ગણાવ્યા.
Gen Z માટે સૌથી મોટો મુદ્દો શું?
સર્વેમાં Gen Zના યુવાનોને હાલમાં તેમના માટે સૌથી મહત્વપૂર્ણ મુદ્દો કયો છે તે અંગે પણ પ્રશ્ન કરવામાં આવ્યો હતો.
આ પ્રશ્નના જવાબોમાં રોજગાર સૌથી આગળ રહ્યો. કુલ 53% યુવાનોએ રોજગારને સૌથી મહત્વપૂર્ણ મુદ્દો ગણાવ્યો.
ત્યારબાદ 22% યુવાનોએ શિક્ષણને મહત્વનો મુદ્દો ગણાવ્યો, જ્યારે 12% લોકોએ મોંઘવારીને પ્રાથમિકતા આપી. બીજી તરફ, 4% યુવાનોએ માનસિક સ્વાસ્થ્યને સૌથી મહત્વપૂર્ણ મુદ્દા તરીકે પસંદ કર્યું.
CJP માટે આ આંકડા શું સંકેત આપે છે?
સર્વેના આ પરિણામો CJP માટે એક મહત્વપૂર્ણ સંકેત તરીકે જોવામાં આવી શકે છે. ખાસ કરીને ચૂંટણીમાં સીધી એન્ટ્રી અને દબાણ જૂથ તરીકે કામ કરવા અંગે લોકોના અભિપ્રાયમાં તફાવત જોવા મળે છે.
ચૂંટણી લડવાની સ્થિતિમાં 33% લોકોએ મત આપવાની તૈયારી દર્શાવી છે, પરંતુ 43% લોકોએ તેનો ઇનકાર કર્યો છે. બીજી તરફ, દબાણ જૂથ તરીકે રહેવાની બાબતમાં 39% લોકોનું સમર્થન મળ્યું છે.
આ સાથે Gen Zના સૌથી મોટા મુદ્દા તરીકે રોજગાર સામે આવવો પણ મહત્વપૂર્ણ છે. એટલે આગામી સમયમાં યુવાનો, રોજગાર અને શિક્ષણ જેવા મુદ્દાઓ કોઈપણ નવા રાજકીય અથવા સામાજિક સંગઠન માટે મહત્વપૂર્ણ બની શકે છે.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો







