રાજકોટમાં ધિરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર ખૂબ વિવાદમાં રહ્યો છે. ત્યારે હવે બાબા બાગેશ્વરના દિવ્ય દરબારને લઈ કોંગ્રેસના નેતા જેની બેન ઠુમ્મરનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે દિવ્ય દરબારને લઈને સવાલો કર્યા છે. તેમણે કહ્યું છે કે, રાજકોટમાં બાબાના દરબારમાં જેટલા ભૂત હતાં એમનો અને પૂરા પરીવારનો સંપૂર્ણ ક્યાસ કાઢી જનતા સમક્ષ મૂકવો જોઈએ. કોણ હતાં, ક્યાંથી આવ્યા, ભૂત કેમ ત્યારેજ બહાર આવ્યા વિગેરે…
કોંગ્રેસના દિગ્ગજ નેતા જેની ઠૂમરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં કહ્યું કે, રાજકોટમાં બાબાના દરબારમાં જેટલા ભૂત હતાં એમનો અને પૂરા પરીવારનો સંપૂર્ણ ક્યાસ કાઢી જનતા સમક્ષ મૂકવો જોઈએ. કોણ હતાં, ક્યાંથી આવ્યા, ભૂત કેમ ત્યારેજ બહાર આવ્યા વિગેરે…જો માનસિક બીમાર હોય તો ડોક્ટર, ભૂત હોય તો ક્યાંથી કોનું અને શા માટે આવ્યું એની તપાસ-નિવારણ અને નાટક હોય તો પોલીસ કેસ કરીને અંદર. મીડિયા, તંત્ર અને સહયોગી સંસ્થાઓએ આ કામગીરી કરવાની સહિયારી જવાબદારી લેવી જોઈએ જેથી લોકોને માહિતી અને જ્ઞાન બન્ને મળે.
ઘટનાની થઈ રહી છે નિંદા
જોકે ગઇકાલે દિવ્ય દરબારમાં થયેલ ઘટનાને લઈ સામાજિક આગેવાન પરષોત્તમ પીપળીયા અને જયંત પંડયા પણ મેદાને આવ્યા છે. બીજી તરફ દિવ્ય દરબારમાં ધૂનવા સાથે પત્રકાર પર હુલની ઘટનાની નિંદા પણ થઈ રહી છે.







