અમદાવાદઃ રાહુલ ગાંધીને મોદી સરનેમ કેસમાં સુપ્રિમ કોર્ટે મોટી રાહત આપી છે. સુપ્રિમ કોર્ટે રાહુલ ગાંધીને સુરત કોર્ટે સંભળાવેલી સજા અને દોષિત ઠેરવવા પર રોક લગાવી દીધી છે. કોંગ્રેસ અને રાહુલ ગાંધી માટે શુક્રવારનો દિવસ શુભ દિવસ બનીને આવ્યો છે. સુરત કોર્ટના નિર્ણય પછી રાહુલ ગાંધીની સંસદની સદસ્યતા લઈ લેવાઈ હતી. રાહુલ ગાંધીને સુરત કોર્ટે ફટકારેલી 2 વર્ષની સજા પર સુપ્રીમ કોર્ટે સ્ટે લગાવ્યો છે.

રાહુલ ગાંધીને સુપ્રિમ રાહત
સુપ્રિમ કોર્ટે મોટી રાહત રાહુલ ગાંધીને આપી છે. મહત્વનું છે કે, અગાઉ ગુજરાત હાઇકોર્ટે મોદી સરનેમ મામલે સુરત કોર્ટે ફટકારેલી સજા મામલે રાહુલ ગાંધી દ્વારા દાખલ કરવામાં આવેલી રિવ્યૂ પિટિશન ફગાવી દીધી હતી.સુપ્રિમ કોર્ટે કહ્યું કે, કેટલા નેતાઓ યાદ રાખશે કે તેઓ અગાઉની મિટીંગમાં શું બોલ્યા હતા? આ સાથે કોર્ટે એવુ પણ કહ્યું કે, સેશન્સ કોર્ટે મહત્તમ સજાનું કારણ સ્પષ્ટ કર્યું નથી. 1 વર્ષ 11 મહિનાની સજા પણ આપી શકાઈ હોત. 2 વર્ષથી ઓછી સજા થાય તો મતવિસ્તારનું પ્રતિનિધિત્વ પણ જળવાઈ રહે.આ સાથે કોર્ટે એવુ પણ કહ્યું કે, મતવિસ્તાર જનપ્રતિનિધિત્વ વગર રહે તે વિચારવાલાયક મુદ્દો.આ જે તે બેઠકના મતદારોના અધિકાર સાથે પણ જોડાયેલો મુદ્દો. સાથે સુપ્રિમ કોર્ટે રાહુલ ગાંધીને સલાહ આપતા એવુ પણ કહ્યું કે, હવે ભાષણ આપતી વખતે સાવધાની રાખજો.

કોંગ્રેસ કરશે ઉજવણી રાહુલ ગાંધીને સુપ્રિમ કોર્ટે રાહત આપતા ગુજરાત કોંગ્રેસ સહિત સમગ્ર કોંગ્રેસ ગેલમાં આવી ચૂકી છે. કોંગ્રેસે કહ્યું આ નફરત સામે મહોબ્બતની જીત છે. સત્યમેવ જયતે.ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે ટ્વિટ કરીને લખ્યું કે, સત્યને પરેશાન કરી શકાય છે પરાજિત નહીં. સાથે આ જીતને લઈને ગુજરાતના તમામ શહેરોમાં સાંજે પાંચ વાગ્યે ઉજવણી કરવામાં આવશે. બીજુ શું લખ્યુ શક્તિસિંહે જુઓ આ ટ્વિટ

આ સાથે કોંગ્રેસ નેતા સુખવિંદરસિંઘ સખુએ પણ ટ્વિટ કરીન લખ્યું કે, નફરતના બજારમાં મહોબ્બતની દુકાન ખુલી ગઈ. આ સત્યની જીત છે. સાથે કોંગ્રેસના તમામ નેતાઓ સર્વોચ્ચ અદાલતનો આભાર પણ વ્યક્ત કરી રહ્યાં છે.

તો બીજી તરફ ગુજરાત કોંગ્રેસ દળના નેતા અમિત ચાવડા કહે છે કે, સત્યમેવ જયતે, રાહુલજી પર જે ખોટા કેસ કરીને રાજકીય રીતે તેમને હેરાન પરેશાન કરીને તેમનો અવાજ દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો હતો. આ ચુકાદો જે આવ્યો તેનાથી વચગાળાની રાહત મળી છે. અને આખા દેશમાં સંદેશ ગયો છે કે ન્યાય તંત્ર સર્વોપરી છે.