અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ અધ્યક્ષ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુડ બુકમાં સ્થાન ધરાવતા ડૉ. ભરત કાનાબાર પોતાના ટ્વિટને લઈ સતત ચર્ચામાં રહેતા હોય છે. પોતાનો પક્ષ હોય કે અધિકારી સાચી વાત બેબાક કહે છે. ત્યારે હાલમાં ગોડસેના નાટકને લઈ ચાલી રહેલ વિવાદ મામલે ડૉ. કાનાબારનું ટ્વિટ સામે આવ્યું છે. તેમણે પોતાના સવાલથી સૌ કોઈને વિચારતા કર્યા છે. ટ્વિટ કરતાં તેમણે કહ્યું હતું કે, કોઈના વિચારો સાથે સંમત ના હોઈએ એટલે એની હત્યા કરનારને સમર્થન કેમ આપી શકાય ?

રાજકોટમાં નથુરામ ગોડસેના નાટકમાં થયેલ વિવાદ બાદ અમદાવાદમાં પણ આ નાટકનો વિરોધ થયો હતો અને ત્યાર બાદ આ નાટક અમદાવાદમાં બંધ રાખવું પડ્યું છે. આ દરમિયાન ભાજપના નેતા ડૉ. ભરત કાનાબારનું ટ્વિટ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, જેમણે દેશને બ્રિટિશરોની ગુલામીમાંથી મુક્ત કર્યો તેવા ૭૯ વર્ષની જૈફ ઉંમરની નિશસ્ત્ર વ્યક્તિની જઘન્ય હત્યાને વ્યાજબી ઠેરાવતું નાટક “ગાંધીના ગુજરાત”માં ભજવાય તે સમગ્ર દેશ માટે શરમજનક અને આઘાતજનક ગણાય. કોઈના વિચારો સાથે સંમત ના હોઈએ એટલે એની હત્યા કરનારને સમર્થન કેમ આપી શકાય ?
કોણ છે ડો. ભરત કાનાબાર?
ડો. ભરત કાનાબારની ગણના અમરેલી જિલ્લાના ભાજપના દિગ્ગજ નેતાઓમાં થાય છે તેઓ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ રહી ચૂક્યા છે. આ સાથે જ ટ્વિટર (હાલ X) પર તેમને ખુદ પ્રધાનમંત્રી મોદી પણ ફોલો કરી રહ્યા છે.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો







