Metaએ અમેરિકાના અનેક રાજ્યો સાથે થયેલા સમાધાન હેઠળ Facebook અને Instagram પર 18 વર્ષથી ઓછી ઉંમરના યુઝર્સ માટે નવા કડક નિયમો લાગુ કરવાની સંમતિ આપી છે. પ્રસ્તાવિત નિયમો હેઠળ દરરોજ 2 કલાકની ડિફોલ્ટ મર્યાદા અને મધરાતથી સવારે 6 વાગ્યા સુધી Night Mode બ્લોક રહેશે. જોકે આ ફેરફારો હાલ અમેરિકાના સંબંધિત રાજ્યો અને પ્રદેશો પૂરતા છે અને કોર્ટની મંજૂરીને આધીન છે.

Metaના નવા સમાધાન મુજબ 18 વર્ષથી ઓછી ઉંમરના યુઝર્સ માટે Facebook અને Instagramનો કુલ ઉપયોગ દિવસના 2 કલાક સુધી મર્યાદિત કરવાની જોગવાઈ છે. આ સમય મર્યાદા બંને પ્લેટફોર્મ માટે મળીને ગણાશે. માતા-પિતાની મંજૂરીથી આ મર્યાદા હટાવી શકાય તેવી વ્યવસ્થા રહેશે.

આ ઉપરાંત રાત્રે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી Night Mode હેઠળ કિશોરોને Facebook અને Instagram પર પોસ્ટ કરવા કે Feed, Stories, Explore અને Reels જોવા પર રોક રહેશે.

સ્કૂલના સમય દરમિયાન નોટિફિકેશન પણ બંધ

નવા નિયમોમાં કિશોરોના સ્ક્રીન ટાઇમને નિયંત્રિત કરવા માટે School Mode પણ સામેલ છે. સવારે 8થી બપોરે 3 વાગ્યા સુધી ડિફોલ્ટ રીતે મોટાભાગની પુશ નોટિફિકેશન બંધ રહેશે. સુરક્ષા અને Direct Messages જેવી કેટલીક જરૂરી સૂચનાઓ ચાલુ રહી શકે છે.

કિશોરોને સતત સ્ક્રોલિંગ ઘટાડવા માટે દર 15 મિનિટે ઉપયોગ અંગે રિમાઇન્ડર પણ આપવામાં આવશે. 60 અને 90 મિનિટનો કુલ ઉપયોગ પૂર્ણ થયા બાદ પણ વધારાના પ્રોમ્પ્ટ મળવાની વ્યવસ્થા રહેશે.

Meta પર અબજો ડોલરના સમાધાનનો દબાણ

આ ફેરફારો Meta સામે બાળકો અને કિશોરોની સુરક્ષા તથા સોશિયલ મીડિયા વ્યસન સંબંધિત અનેક અમેરિકન રાજ્યો દ્વારા કરવામાં આવેલા કેસોના સમાધાનનો ભાગ છે.

કેલિફોર્નિયાના એટર્ની જનરલના કાર્યાલય મુજબ પ્રસ્તાવિત સમાધાન હેઠળ Meta તરફથી 10 વર્ષ દરમિયાન આશરે $17 બિલિયન સુધીની ચુકવણી થઈ શકે છે. સમગ્ર સમાધાન હજી કોર્ટની મંજૂરીની પ્રક્રિયા સાથે જોડાયેલું છે.

Metaએ આરોપોને સ્વીકારીને દોષિત હોવાનું જાહેર કર્યું નથી. કંપનીએ સાથે જ અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ, ખાસ કરીને YouTube અને TikTok,ને પણ કિશોરોની સુરક્ષા માટે સમાન ધોરણો અપનાવવા અપીલ કરી છે.

Like Count અને કેટલાક ફિલ્ટર્સ પર પણ રોક

નવા સુરક્ષા નિયમોમાં કિશોરો માટે પોસ્ટ્સ પર Like અથવા Reactionની સંખ્યા છુપાવવાની જોગવાઈ પણ છે. ઉપરાંત કોસ્મેટિક સર્જરી જેવા ફિલ્ટર્સ પર પ્રતિબંધ મૂકવામાં આવશે અને કિશોરોને બિન-વ્યક્તિગત એટલે કે Non-Personalized Feed પસંદ કરવાનો વિકલ્પ મળશે.

ભારતમાં પણ બાળકોની ઓનલાઈન સુરક્ષા ચર્ચામાં

અમેરિકામાં થયેલા આ સમાધાનથી બાળકોના સોશિયલ મીડિયા ઉપયોગ અંગે વૈશ્વિક ચર્ચાને વધુ વેગ મળવાની શક્યતા છે. ભારતમાં પણ બાળકોની ઓનલાઈન સુરક્ષા, ગેરકાયદેસર સામગ્રી અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મની જવાબદારી અંગે સરકાર અને ટેક કંપનીઓ વચ્ચે ચર્ચા ચાલી રહી છે.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો