ફિલ્મ જગતના ખ્યાતનામ અભિનેતા દિલીપ કુમાર(મોહમ્મદ યુસુફ ખાન ) નું વહેલી સવારે 98 વર્ષની વયે  નિધન થયું છે. 30 જૂને શ્વાસ લેવામાં તકલીફ પડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે આજે  મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે સવારે 7.30 વાગે અંતિમ શ્વાસ લીધા હતા.

દિલીપ કુમારના નિધનના સમાચાર તેમના જ ટ્વિટર હેન્ડલથી ફૈઝલ ફારુખીએ(દિલીપ કુમારના મિત્ર) આપ્યા હતા. મૃત્યુ ના સમાચાર થી ફિલ્મ જગતમાં ભારે શોક છવાઈ ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  તથા રાહુલ ગાંધી એ પણ ટ્વીટ કરી દિગ્ગજ અભિનેતાને શ્રદ્ધાંજલિ પાઠવી.

દિલીપ કુમારને બેસ્ટ એક્ટરનો ફિલ્મફેર અવૉર્ડ આઠ વાર મળ્યો હતો. હિંદી સિનેમાનું સૌથી મોટું સન્માન દાદા સાહેબ ફાળકે અવૉર્ડથી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા આ ઉપરાંત વર્ષ 2015માં તેમને પદ્મભૂષણ અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા