લોકસભાની ચૂંટણી સાથે વિધાનસભાની 5 બેઠકો પર પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે 5 બેઠકો પર 24 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. જેમાંથી 23 ઉમેદવારનું એનાલિસિસ થયું છે. જેમાંથી 6 ઉમેદવાર પર ફોજદારી કેસ જેમાંથી 2 ઉમેદવાર પર ગંભીર ગુના દાખલ છે.
ADR દ્વારા ઉમેદવારોના વિવિધ પાસાઓનું એનાલિસિસ કરવામાં આવ્યૂ છે. જેમાં સંપત્તિ મામલે વાઘોડિયા બેઠકના ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા સંપત્તિ મામલે સૌથી આગળ છે. તેની કુલ સંપતિ 153 કરોડથી વધી છે. જ્યારે બીજા સ્થાને વિજાપુર બેઠકના ભાજપના ઉમેદવાર ડૉ. સી. જે. ચાવડા છે. તેમની કુલ સંપત્તિ 14 કરોડથી વધુ છે. જ્યારે ત્રીજા સ્થાને માણાવદર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર હરિભાઇ જોટવા ( કણસાગરા) છે. તેમની સંપત્તિ 10 કરોડથી વધુ છે.
વાઘોડિયા બેઠકના ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા પર સૌથી વધુ દેણું છે. ધર્મેન્દ્રસિંહ પર 38 કરોડથી વધુનું દેણું છે. જ્યારે બીજા સ્થાને વિજાપુર બેઠકના ભાજપના ઉમેદવાર સી. જે. ચાવડા છે. તેમના પર 5 કરોડ રૂપિયાથી વધુનું દેણું છે. જ્યારે ત્રીજા સ્થાને માણાવદર બેઠકના ઉમેદવાર હરિભાઇ છે. તેમના પર એક કરોડથી વધુ રૂપિયાનું દેણું છે.
ઓછી સંપત્તિ
વિજાપુર બેઠકના અપક્ષ ઉમેદવાર સૈયદ કાદરી પાસે છે સૌથી ઓછી સંપત્તિ. તેમની પાસે 26,992 રૂપિયાની સંપત્તિ છે. જ્યારે બીજા સ્થાને પણ વિજાપુર બેઠકના અપક્ષ ઉમેદવાર હર્ષદકુમાર ચૌહાણ છે. તેમની કુલ સંપત્તિ 30,000 છે. ત્યારે ત્રીજા સ્થાને દિનુસિંહ ચૌહાણ છે. તેમની કુલ સંપત્તિ 3 લાખથી વધુ છે.
નેતા કેટલા છે ભણેલા ?
23 માંથી 1 ઉમેદવાર અભણ છે. જ્યારે 1 ઉમેદવાર સાક્ષર છે. બીજી તરફ ધોરણ 8 પાસ 3 ઉમેદવાર છ. બીજી તરફ 10 પાસ 8 ઉમેદવાર છે. 12 પાસ 3 ઉમેદવાર છે. આ સાથે 1 ઉમેદવાર ગ્રેજ્યુએટ છે. જ્યારે 4 ઉમેદવાર ગ્રેજ્યુએટ પ્રોફેશનલ છે. જ્યારે 2 ઉમેદવાર પોસ્ટ ગ્રજયુએટ છે.







