હાલમાં સોશિયલ મીડિયામાં જળક્રાંતિ ટ્રસ્ટના લેટરપેડ પર ખજૂરીનેસ સંસ્કૃતિ દર્શન પત્રિકા વાયરલ થઈ છે. જે પત્રિકામાં ગીર અભ્યારણ્યમાં જાહેર જનતા માટે પ્રતિબંધિત વિસ્તારમાં આવેલ ખજૂરી નેસ ખાતે મહાનુભાવોની હાજરીમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરેલ.

નાયબ સંરક્ષક  વનવિભાગ ગીર પૂર્વની કક્ષાએ આ બાબત ધ્યાન પર આવતા તાત્કાલિક આ કાર્યક્રમના આયોજકોને વન વિભાગની કોઈપણ મંજૂરી વિના આવા ભ્રામક કાર્યક્રમના આયોજન અને જાહેરાત બદલ નોટિસ આપી ખુલાસો માંગવામાં આવ્યો છે. જાહેર જનતા માટે આવી ભ્રામક જાહેરાતો અને આયોજન ભવિષ્યમાં ક્યારેય કરવામાં આવશે નહીં તેની લેખિતમાં બાંહેધરી લેવામાં આવેલ.

ગીર (પૂર્વ) વન વિભાગ તરફથી જાહેર જનતાને અનુરોધ કરવામાં આવે છે, કે અભ્યારણ્ય વિસ્તારમાં કોઈપણ મંજૂરી વગર પ્રવેશ કરવો, વન્યપ્રાણીને ખોરાક ખવડાવવાનો પ્રયાસ, સિંહને રંજાડ/ ખલેલ કરવી વન્યપ્રાણી અધિનિયમ 1972, (2022 સુધારા) મુજબ ગુનાહિત કૃત્ય છે. જે બદલ નિયમોનુસારની કાર્યવાહી કરવામાં આવશે.

કોઈપણ વિસ્તારમાં આવી પ્રવૃત્તિ જાહેર જનતાને ધ્યાન પર આવે તો તાત્કાલિક નજીકની વન વિભાગ કચેરીનો સંપર્ક કરવો તેમ નાયબ સંરક્ષક વનવિભાગ ગીર પૂર્વએ યાદીમાં જણાવ્યું છે.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો