સર્જનહારનું જ થાય છે વિસર્જન.
શ્રી ગણેશજી રિદ્ધિ સિદ્ધિના દાતા તો છે જ સાથે એક મહાન લેખનકાર્યના પણ દેવ છે . વિઘ્નોને દુર કરવા વાળા વિધ્નહર્તા દેવનું હમણાં જ આગમન થઈ રહ્યું છે . દેવોમાં પ્રથમ પૂજ્ય એવા શ્રી ગણેશજીને કોટી કોટી વંદન કરીએ.
આપણે બધા ખૂબ ભક્તિભાવ થી ગજાનન શ્રી ગણેશની પૂજા અર્ચના કરશું. લોકો ઘરે ઘરે ,પંડાલમાં , શેરીઓમાં ,નાની થી મોટી મૂર્તિઓની સ્થાપના કરશે .પછી એ મૂર્તિનું વિસર્જન કરશે.
સર્જનહારનું જ વિસર્જન થાય છે . આજ આપણે વિસર્જનનો સાચો અર્થ સમજીએ .
પૌરાણિક યુગમાં બ્રમ્હાજીએ મહર્ષિ વેદવ્યાસજીને જ્યારે મહભારત મહાકાવ્ય શબ્દોમાં વર્ણન કરી લખવાનું કહિયું.ત્યારે વેદવ્યાસજી એ
લેખનકાર્ય માં કુશળ એવા શ્રી ગણેશજીને અનુરોધ કર્યો,ત્યારે ગણેશજીની એક શર્ત હતી કે જો વેદવ્યાસજી બોલવાનું બંધ થશે તો એ લખવાનું પણ બંધ કરી દેશે.એટલે સસત વેદવ્યાસજી બોલતા રહ્યા અને ગણેશજી સમજીને લખતા રહ્યા .ઘણા સમય વિતી ગયો ગણેશજીનું શરીર તપવા લાગ્યું,લાલ થઈ ગયું .મહાકાવ્ય જ્યારે પૂરું થયું ત્યારે વેદવ્યાસજી ગજાનન શ્રી ગણેશજીને સિંદૂર લગાવે છે , અને સરોવરમાં સ્નાન કરાવે છે .ત્યારે તે દિવસ અંનંત ચતુદશીનો હતો .તે દિવસ પછી ગણેશજીનું શરીર ઠંડું થયું અને એ ફરી હતા એવા જ પાછા થઈ ગયા .અને કૈલાશ પાછા ફર્યા .
વિસર્જન એટલે ફરી પાછા પ્રભુને એની જગ્યા પર રાખી દેવા જ્યાં એ હતા .પણ
અત્યારે લોકો જે વિસર્જન કરે છે
ભગવાનની મૂર્તિ જેની ભક્તિભાવ થી આરાધના કરી એને ગમે તેવા પાણીમાં ને જ્યાં ને ત્યાં પધરાવી દે છે ..
આ બધું કેટલું યોગ્ય.?
શ્રી ગણેશજી તો સર્જનહાર છે, વિઘ્નહર્તા છે .બધા દેવોમાં પ્રથમ પૂજ્ય છે .નામ માત્ર થી જ બધાંજ કામ સફળ થાય એવા દેવ શ્રી ગણેશજીને નમન છે .
ખરેખર વિસર્જન શું કરવું જોઈએ .
પરમકૃપાળુ પરમાત્માને પામવા માટે
હદયમાં ઉઠતા તામસિક વિચારો,રાગ, દ્વેષ, ઈર્ષા,લોભ , ક્રોધ,મદ સાચું વિસર્જન આ બધાનું કરવું જોઇએ.
જ્યારે આ બધા વિકારોનું વિસર્જન થશે ત્યારે મન નિર્મળ બનીને પ્રભુભક્તિ ને પામશે .
રૂપલ ધર્મેશભાઈ ગંગાજળિયા
(નિકાવા )
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`
Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો
Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો
Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો







