બગસરા, રૂપેશ રૂપારેલીયા/ બગસરા નાગરિક સહકારીબેંકની ૪૮મી વાર્ષિક સાધારણ સભા બેંકના ચેરમેન છગનભાઈ હીરાણીના અધ્યક્ષ સ્થાને મળેલ તેમજ અમરેલી જીલ્લા અમરડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા તેમજ ખરીદ વેચાણ સંઘના પ્રમુખ જયંતીભાઈ પાનસૂરિયા તેમજ બગસરા નાગરિક શ.સહ.મંડળીના ચેરમેન રશ્વિનભાઇ ડોડીયા સૌરાષ્ટ્ર મંડળીના ચેરમેન અનિલભાઈ વેકરિયા, સરદાર મંડળીના ચેરમેન કિરીટભાઈ નળિયાધરા, બગસરા માર્કેટિંગ યાર્ડના ચેરમેન કાંતિભાઈ સતાસીયા, મધ્યસ્થ બેંકના કાનાણી સાહેબ સહિત સહકારી ક્ષેત્રના આગેવાનોની ઉપસ્થિતમાં ગોકુળપરા લેઉવા પટેલ સમાજની વાડી ખાતે રવિવારના રોજ યોજવામા આવેલ હતી.
આ સાધારણ સભમાં આજથી ૪૮ વર્ષ પહેલાં બેંકના આદ્યક સ્થાપક મૂરબી સ્વ. અરજણભાઈ વી.પટેલને યાદ કરી તેમજ તેમને પુષ્પાજલી અર્પણ કરી તેમજ બેંકના પૂર્વ ચેરમેન સ્વ. કનુભાઈ પટોળીયાને યાદ કરી વાર્ષિક સાધારણ સભા શરૂ કરવામાં આવેલ જેમાં બેંકના ડિરેક્ટર પ્રકાશભાઈ રાણીગાએ શબ્દોથી સ્વાગત કરેલ પધારેલા મહાનુભાવોને તેમજ સભાસદોને આવકારેલ વાર્ષિક સાધારણ સભામાં પધારેલા મહાનુભાવોને બેંકના ચેરમેન છગનભાઇ હિરાણી વા.ચેરમેને વિકાસભાઈ મોદી, બેંકના ડિરેકટર પ્રકાશભાઈ રાણીગા, અરવિંદભાઈ ગણાત્રા, એ.વી રિબડીયા, ભરતભાઇ ભાલાલા, રધાભાઈ સુરાણી નાગભાઈ ધાધલ, વિઠ્ઠલભાઈ હીરાણી, રમણિકભાઈ સોજીત્રા, જયંતીભાઈ ખાંદલ, મહેન્દ્રભાઈ બોરીચા, પ્રભાબેન માંગરોળીયા, રસિલાબેન ભેંસણીયા સહિત ડિરેક્ટરોએ પધારેલા સહકારી ક્ષેત્રોના આગેવાનોને સાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી આવકારેલા હતા.
આ સાધારણ સભામાં બેંકના ચેરમેન છગનભાઇ હીરાણીએ બેંકમાં થયેલા વહિવટ સંપૂર્ણ પારદર્શક થયેલા અને બેંકે કરેલી પ્રગતિ વિસેની સંપૂર્ણ માહિતી આપેલ હતી. તેમજ સહકારી ક્ષેત્રના આગેવાનોએ પોતાનું પ્રવચનમાં કહેલકે સહકારથી સમૃદ્ધિ તરફ કઈ રીતે આગળ વધાય તેની સંપૂર્ણપણે માહિતી આપવામાં આવેલ હતી. આ સાધારણ સભામાં સહકારી ક્ષેત્રના કમલેશભાઈ ગણાત્રા મનોજભાઈ મહિડા અનિલભાઈ શેખ ભાવનાબેન સતાસીયા વિઠ્ઠલભાઇ હીરાણી લેઉવા પટેલ સમાજના પ્રમુખ રમેશભાઈ સુવાગિયા દિનેશ હડિયલ સહિતના અનેક સહકારી ક્ષેત્રના આગેવાનો તેમજ સભાસદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન શિવલાલ ઠુમ્મર તેમજ બેંકના ઈનચાર્જ મૅનેજર જગદીશભાઈ માંગરોળીયાએ કરેલ હતુ. આ વાર્ષિક સાધારણ સભાને સફળ બનાવવા માટે બેંકના ડિરેક્ટરો તેમજ તમામ કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવેલ હતી







