ભારતીય શેરબજાર આ મહિને અંદાજે કુલ 12 IPO આવવાની સંભાવના છે ત્યારે IPO ખૂલવાની શરૂઆત  આજથી થઇ ગઇ છે. આજે ભારતીય શેરબજારમાં  ક્લિન સાયન્સ એન્ડ ટેકનોલોજી અને જી.આર. ઇન્ફ્રાપ્રોજેક્ટ્સનો IPO સબ્સક્રિપ્શન માટે ખુલી રહ્યો છે. આ બંને કંપનીઓની IPO મારફતે કૂલ 2500 કરોડ રૂપિયા એકત્ર કરવાન યોજના છે. આ બંને કંપનીના આઇપીઓ 9 જુલાઇના રોજ બંધ થશે.

gr infraprojects ipo

GR infraprojects IPO મારફતે 963 કરોડ રૂપિયા ઉભા કરવાન યોજના છે. આ કંપનૈનો IPO 7 જુલાઇથી 9 જુલાઇ સુધી ખુલ્લો રહેશે. આ IPOમાં ઓફર ફોર સેલ મારફતે 5 રૂપિયા ફેસ વેલ્યૂ વાળા 1.15 કરોડ ઇક્વિટી શેર જારી કરશે જે કંપનીના પ્રમોટર્સ અને હાલના રોકાણકારોના છે. કંપની આ પબ્લિક ઇશ્યૂ માટે કોઇ નવા શેર ઇશ્યૂ કરશે નહીં.

કંપનીના IPO ની પ્રાઇસ બેન્જ 828-837 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે અને મિનિમમ એપ્લિકેશન લોટ સાઇઝ 17 શેરની છે. આ IPOમાં નાના રોકાણકારો માટે 35 ટકા હિસ્સો રિઝર્વ છે. 50 ટકા હિસ્સો QIP અને 15 ટકા હિસ્સો નોન ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટરો માટે રિઝર્વ છે. તો કંપનીએ પોતાના કર્મચારીઓ માટે 2.25 લાખ શેર રિઝર્વ રાખ્યા છે

 

clean science and technology ipo

સ્પેશિયાલિટી કેમિકલ્સ બનાવતી clean science and technology IPO મારફતે લગભગ 1547 કરોડ રૂપિયા એક્ત્ર કરવાની યોજના છે. clean science and technologyનો IPO સંપૂર્ણપણે પ્રમોટર્સ સહિત હાલના રોકાણકારો દ્વારા ઓફર ફોર સેલ છે. IPO બાદ કંપનીમાં પ્રમોટરની હિસ્સેદારી 94.65 ટકાથી ઘટીને 78.51 ટકા રહી જશે. તો બીજી બાજુ પબ્લિક શેરહોલ્ડિંગ 5.35 ટકાથી વધીને 21.49 ટકા થઇ જશે.

IPO માટેની પ્રાઇસ બેન્ડ પ્રતિ શેરદીઠ 880-900 રૂપિયા નક્કી કરાઇ છે. IPO માટે મિનિમમ લોટ સાઇઝ 16 સ્ટોકની છે. ઇશ્યૂ પહેલા ગ્રે માર્કેટમાં આ કંપનીનો શેર 53 ટકા પ્રીમિયમ ભાવે એટલે કે 480 રૂપિયા પ્રતિ શેરના ભાવે ટ્રેડ થઇ રહ્યો છે. આ IPOનો 35 ટકા હિસ્સો રિટેલ રોકાણકારો માટે રિઝર્વ રાખ્યો છે. 50 ટકા હિસ્સો ક્યુઆઇપી અને નોન ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ માટે 15 ટકા હિસ્સો રિઝર્વ છે.