યોગેશ ઉનડકટ, બ્યૂરોચીફ અમરેલી/ નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી વી.ડી.કાણકિયા આર્ટ્સ અને એમ.આર.સંઘવી કોમર્સ કોલેજ, સાવરકુંડલા ખાતે આજરોજ તા.20-07-2024 ને શનિવારે એન.એસ.એસ. વિભાગ દ્વારા ગુરુપૂર્ણિમાની ઉજવણીના ભાગરૂપે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમના પ્રારંભમાં કોલેજ સ્ટાફ પરિવાર દ્વારા દીપ પ્રાગટ્ય કરી સરસ્વતી પૂજન તથા ગુરુ પૂજન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ એન.એસ.એસ.ના વિદ્યાર્થિની બહેનો દ્વારા ગુરુજનોનું પુષ્પો તથા કુમકુમ ચંદન દ્વારા પૂજન કરવામાં આવેલ. કોલેજના પ્રિન્સિપાલ ડૉ. એસ.સી.રવિયા સાહેબે પ્રાસંગિક ઉદબોધન દ્વારા વિદ્યાર્થીઓને ગુરુપૂર્ણિમાનું મહત્ત્વ સમજાવ્યું હતું. વક્તૃત્વ સ્પર્ધામાં કુલ સાત વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
કોલેજના ટી.વાય.બી.એ.ના વિદ્યાર્થી નાકરાણી દર્શન અને ચૌહાણ જયરાજ દ્વારા ગુરુનો મહિમા દર્શાવતા ભજનો દ્વારા ગુરુવંદના કરવામાં આવેલ.આ સ્પર્ધાના નિર્ણાયક તરીકે ડૉ.એમ.જે.પટોળિયા સાહેબ તથા ડૉ.એચ.આર.દેસરાણી સાહેબે પોતાની ઉત્તમ સેવા આપી હતી. આ સ્પર્ધામાં તેરૈયા તમન્નાએ પ્રથમ, કનોજીયા તમન્નાએ દ્વિતીય તથા ચાંદુ પૃથ્વીએ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું તેમજ નાકરાણી દર્શન અને ચૌહાણ જયરાજે પ્રોત્સાહન પુરસ્કાર પ્રાપ્ત કર્યું હતું.
કાર્યક્રમનું સુચારુ સંચાલન એન.એસ.એસ.ના પ્રોગ્રામ ઓફિસર ડો.આશિષભાઈ જે.ચૌહાણે કર્યું હતું. કાર્યક્રમના સમાપનમાં તેઓશ્રી દ્વારા આભાર દર્શન કરવામાં આવ્યું હતું.એન.એસ.એસ. વિભાગ દ્વારા ભાગ લેનાર તમામ સ્પર્ધકોને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ. કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના તમામ સ્ટાફ મિત્રોએ જહેમત ઉઠાવી હતી.







