જો કરી... રાજકોટમાં બની રહેલા મોટામવા બ્રિજના કોંક્રીટના સેમ્પલ થયા ફેલ, જાણો હવે શું થશે
જો કરી... રાજકોટમાં બની રહેલા મોટામવા બ્રિજના કોંક્રીટના સેમ્પલ થયા ફેલ, જાણો હવે શું થશે

રાજકોટ: બ્રિજમાં ભ્રષ્ટાચાર કે ભ્રષ્ટાચારના બ્રિજએ કહેવું ખૂબ અઘરું બની ગયું છે. એક બાદ એક બ્રિજમાં ભ્રષ્ટાચાર સામે આવી ચૂક્યા છે. રાજ્યમાં અનેક બ્રિજ બનતાની સાથે જ તૂટવા લાગ્યા છે. આ દરમિયાન વધુ એક બ્રિજમાં  ભ્રષ્ટાચારની ગંધ આવી છે. રાજકોટમાં બની રહેલા મોટામવા બ્રિજના કોંક્રીટના સેમ્પલ થયા ફેઇલ થયા છે.

મોટામવા બ્રિજના ઇન્પેક્શન દરમિયાન મનપા ઇજનરોનું તારણ છે કે એજેન્સીએ 30% જેટલું નબળું કામ કર્યું છે. 4 પિલરના પાયાની ગુણવત્તા નબળી સાબિત થઇ છે. આ બ્રિજની કામગીરી માટે બેકબોન એજેન્સીને નોટિસ ફટકારાઈ છે.

સેમ્પલ થયા ફેઇલ

રાજકોટમાં નવા બની રહેલા મોટામવા બ્રિજની કામગીરી નબળી હોવાનું સામે આવ્યું છે. આ બ્રિજના નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં કોંક્રીટના સેમ્પલ ફેલ થયા છે. બ્રિજમાં ઉપયોગ કરાયેલા કોંક્રીટના નમૂના ફેલ થયા છે. નમૂના ફેલ થતા બ્રિજનું નિર્માણ કાર્ય અટકાવી દેવામાં આવ્યું છે.આ ઉપરાંત રાજકોટ મનપાએ બ્રિજના 4 પિલર અને એક દિવાલ તોડવાનો આદેશ આપ્યો છે. બ્રિજના 4 પિલર તોડી નવેસરથી બનાવવાનો આદેશ અપાયો છે.

એજેન્સીને ફટકારાઈ નોટિસ

એજેન્સીને કોંક્રીટ ની ગુણવત્તા M-35 રાખવાની હતી. જોકે એજેન્સીએ કોંક્રીટના ગુણવત્તામાં ગેરરીતિ કરી છે. એજેન્સીએ પિલરમાં ક્યાંક M-25 તો ક્યાંક M-30 ની ગુણવત્તા રાખી હતી. આ બ્રિજના ઇન્પેક્શન દરમિયાન મનપા ઇજનરોનું તારણ છે કે એજેન્સીએ 30% જેટલું નબળું કામ કર્યું છે. 4 પિલરના પાયાની ગુણવત્તા નબળી સાબિત થઇ છે. આ બ્રિજની કામગીરી માટે બેકબોન એજેન્સીને નોટિસ ફટકારાઈ છે.

મેયરે આપ્યું નિવેદન

રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડો.પ્રદીપ ડવનું નિવેદન પણ સામે આવ્યું છે. અલગ અલગ બે સેમ્પલ લેવામાં આવ્યા હતા એક સાત દિવસે અને બીજું 28 દિવસે લેવામાં આવ્યા હતા. મહાનગરપાલિકાના ઇજનેરોએ બે સેમ્પલ લીધા જે બંને ફેઇલ ગયા હતા. મહાનગરપાલિકામાં કોઈ પણ કામ થાય ત્યારે મટીરીયલનું ચેકિંગ કરવામાં આવે છે. કોર્પોરેશન એજન્સીને નોટિસ પણ મહાનગરપાલિકા દ્વારા ફટકારવામાં આવી છે.