એક તરફ ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે બીજી તરફ ચૂંટણીને લઈ વહીવટી તંત્ર પણ મતદાન વધારવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આ દરમિયાન અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં આવેલ શ્રીનાથ પેટ્રોનેટ દ્વારા અનોખુ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં મતદાનનું નિશાન બતાવવાથી પેટ્રોલ ડીઝલની કિમતમાં લાભ મળશે.
અમરેલી જિલ્લામાં મતદાન વધુ થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન ચૂંટણીમાં મતદાન વધુ થાય તે હેતુસહ ધારીના વિસાવદર રોડ પર આવેલ ન્યારા એનર્જી લિમિટેડના શ્રીનાથ પેટ્રોનેટના સંચાલક ભરતભાઇ પોપટ અને યશભાઈ પોપટ દ્વારા મતદાન જાગૃતિ માટે અનોખુ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં મતદાનનું નિશાન બતાવવાથી પેટ્રોલ અને ડીઝલમાં પ્રતિલિટર એક રૂપિયાની છૂટ આપવામાં આવશે.
મતદાન જાગૃતિ માટેનું આ અભિયાન મતદાનના દિવસે એટલે કે 7 મી મે 2024ના દિવસે જ મળશે. શ્રીનાથ પેટ્રોનેટની આ સરાહનીય કામગીરીની ચર્ચા સમગ્ર અમરેલી જિલ્લામાં થઈ રહી છે અને મતદારને મતદાન માટે પ્રેરણરૂપ સાબિત થઈ રહી છે.
રોજ બરોજની ઘટના થી સતત અપડેટ રહેવા તથા News Hotspotના WHATS APP ગ્રુપ જોઈન કરવા અહી ક્લિક કરો







