અમરેલી:  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ અંબરીશભાઈ ડેર, ઋત્વિકભાઈ મકવાણા દ્વારા અમરેલી જિલ્લા ઓ.બી.સી અનામત બચાવો સમિતિ એટલે કે બક્ષીપંચ સમાજના આગેવાનોની એક અગત્યની બેઠક કોંગ્રેસ કાર્યાલય ખાતે રાખવામાં આવી હતી.

આ બેઠકમાં ઓ.બી.સી સમાજ માટે અનામત રાખવાની બાબતે ચર્ચાવિચારણા અને આવનારા દિવસોમાં સરકાર પાસેથી OBC સમાજના મુળભુત અનામત અધિકારો કેવી રીતે મળી શકે એના માટે રણનીતિ ઘડવામાં આવી હતી.

આ મીટીંગમાં અખિલ ભારતીય ઓબીસી મહાસભા ગુજરાત પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ પ્રભાતભાઇ કોઠીવાળ, પૂર્વ જિલ્લા પંચાયતનાં પૂર્વ સદસ્ય  ટીકુભાઈ વરુ ભરતભાઈ ગીડા , પ્રવિણભાઈ બારૈયા અમરેલી જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ રમેશભાઈ ગોહિલ, મહામંત્રી દિલીપભાઈ બસીયા, વાજસુર વાળા, જીતુભાઈ વાળા, અજયભાઈ લીંબડીયા, અનકભાઈ બોરીચા, રાવત ભાઈ ધાધલ, અર્જુનભાઈ સોસા, રફિકભાઈ મોગલ, જીતુભાઈ ગોળવાળા, અરવિંદભાઈ સીતાપરા, મનીષભાઈ ભંડેરી, સમીરભાઈ કુરેશી, નરેશભાઈ અધ્યારું, પોપટલાલ કાશ્મીરા,અશોકભાઈ ચાવડા વનરાજભાઈ જેબલિયા, રાજુભાઈ ઠાકોર,કે. કે વાળા, અજયભાઈ લીંબડીયા, નારણભાઈ મકવાણા, વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

કરવામાં આવી હાંકલ 

આ મિટિંગમાં ” સ્વાભિમાન ધરણા ” કાર્યક્રમ તારીખ 14-08-2023 સોમવારનાં રોજ સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે પ્રતીક ઉપવાસમાં અમરેલી જિલ્લા ઓબીસી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા હાકલ કરવામાં આવી હતી.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રવીણભાઈ વસરાએ કર્યું હતું.